અનિકેત વર્માએ ત્રણ વર્ષની ઉંમરે મમ્મીને ગુમાવી, પપ્પાનો સાથ છૂટ્યો

30 March, 2026 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનિકેત વર્માએ ત્રણ વર્ષની ઉંમરે મમ્મીને ગુમાવી, પપ્પાનો સાથ છૂટ્યો ત્યારે બા અને કાકાએ ઉછેરીને તેને મોટો કર્યો, હાર્દિક અને કૃણાલ પંડ્યાની સંઘર્ષ સ્ટોરીથી પ્રેરિત થઈને ક્રિકેટમાં એન્ટ્રી મારી હતી

અનિકેત વર્મા

IPL 2026ની ઓપનિંગ મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના અનિકેત વર્માએ સાતમા ક્રમે ૨૩૮.૮૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ધમાલ મચાવી હતી. ૨૪ વર્ષના આ બૅટરે ૧૮  બૉલમાં ૪૩ રન ઝૂડી નાખ્યા હતા. ઉત્તર પ્રદેશમાં જન્મેલો અને મધ્ય પ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર આ બૅટર છેલ્લી સીઝનથી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે ૩૦  લાખ રૂપિયામાં રમી રહ્યો છે. 
અનિકેત વર્માની કહાણી ત્યાગ, સંઘર્ષ અને ઇમોશનથી ભરપૂર છે. ત્રણ વર્ષની ઉંમરે તેણે બીમારીને કારણે પોતાની મમ્મી ગુમાવી હતી. તેના પપ્પાએ બીજાં લગ્ન કરીને તેનો સાથ છોડી દીધો હતો. એ સમયે તેની બા અને કાકા તારણહાર બન્યાં હતાં. એ ત્રણેય મધ્ય પ્રદેશના ભોપાલ શિફટ થઈ ગયાં હતાં. દિવંગત દાદાની પેન્શનની રકમ અને કાકાની સૅલેરીથી ઘરનું ગુજરાન ચાલતું હતું. હાર્દિક અને કૃણાલ પંડ્યાની સ્ટોરીથી પ્રેરિત થયેલા અનિકેતને ક્રિકેટ શીખવાડવા માટે તેના કાકાએ પોતાના પૈસા અને જવાની ખર્ચી નાખી હતી. 
તેના કાકા અમિત વર્માએ જણાવ્યું હતું કે ‘અનિકેત મારી બાને મમ્મી કહીને બોલાવે છે. અનિકેત કોઈને ઇન્ટરવ્યુ આપતો નથી, કારણ કે તેનું માનવું છે કે તેણે હજી સુધી ક્રિકેટના મેદાન પર મોટી સિદ્ધિ નથી મેળવી. અનિકેત પોતાની સિક્સ હિટિંગ ક્ષમતાને કારણે ચર્ચામાં રહે છે. 

cricket news sports news sports IPL 2026 indian premier league sunrisers hyderabad