ઈંગ્લેન્ડના કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રાઉસની નિવૃત્તિ

30 August, 2012 05:57 AM IST  | 

ઈંગ્લેન્ડના કૅપ્ટન ઍન્ડ્રુ સ્ટ્રાઉસની નિવૃત્તિ

૩૫ વર્ષના સ્ટ્રાઉસે છેલ્લે મે મહિનામાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટસદી ફટકારી હતી. ત્યાર પછીની આઠ ઇનિંગ્સમાં તેની એકેય હાફ સેન્ચુરી પણ નહોતી. તે છેલ્લી વન-ડે ગયા વર્ષે માર્ચમાં રમ્યો હતો.

થોડા દિવસ પહેલાં કેવિન પીટરસને સાઉથ આફ્રિકાના પ્લેયરોને મજાકભર્યા શબ્દો સાથેનો એસએમએસ કયોર્ હતો જેમાં તેણે સ્ટ્રાઉસ માટે ગાળ લખી હતી અને તેને કેવી રીતે આઉટ કરી શકાય એની તરકીબ પણ બતાવી હતી. જોકે પીટરસને આ મજાક બદલ ક્રિકેટ બોર્ડનો રોષ વહોરી લેવો પડ્યો હતો અને તેની ટીમમાંથી હકાલપટ્ટી થઈ હતી.

સ્ટ્રાઉસે ગઈ કાલે નિવૃત્તિ જાહેર કરતી વખતે પીટરસનવાળા પ્રકરણ સાથે પોતાના નર્ણિયને કાંઈ લેવાદેવા ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

સ્ટ્રાઉસે ૧૦૦ ટેસ્ટમાં ૨૧ સદીની મદદથી અને ૪૦.૯૧ની બૅટિંગઍવરેજે ૭૦૩૭ રન બનાવ્યા હતા. ૧૭૭ રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો. તેણે ૧૨૭ વન-ડેમાં ૬ સેન્ચુરી સાથે અને ૩૫.૬૩ની સરેરાશે કુલ ૪૨૦૫ રન બનાવ્યા હતા.

એસએમએસ = શૉર્ટ મેસેજિંગ સર્વિસ