ઍન્ડરસનની આઇસીસીના ટેસ્ટ રૅન્કિંગના ટૉપ-ટેનમાં ફરી એન્ટ્રી

27 August, 2020 09:16 PM IST  |  Southampton | IANS

ઍન્ડરસનની આઇસીસીના ટેસ્ટ રૅન્કિંગના ટૉપ-ટેનમાં ફરી એન્ટ્રી

જેમ્સ એન્ડર્સન

આઇસીસીના ટેસ્ટ રૅન્કિંગના ટૉપ-ટેનમાં જૅમ્સ ઍન્ડરસનની ફરી એન્ટ્રી થઈ છે. જૅમ્સ ઍન્ડરસને તેના કરીઅરની ૬૦૦મી વિકેટ લઈને રેકૉર્ડ સર્જ્યો હતો. આટલી વિકેટ લેનારો તે એક માત્ર ફાસ્ટ બોલર છે. તેની મૅચમાં ૭ વિકેટ અને ઝૅક ક્રૉલીના ૨૬૭ રનને કારણે તેમના રૅન્કિંગમાં જોરદાર વધારો થયો છે. બૅટિંગ ટેબલમાં ક્રૉલીએ ૫૩ સ્પોટના ઉછાળા સાથે ૨૮મી પૉઝિશન પર પહોંચી ગયો છે. તેણે ૯૫મી પૉઝિશન સાથે ટેસ્ટની શરૂઆત કરી હતી, પરંતુ આઠ ટેસ્ટ બાદ તે અહીં પહોંચી ગયો છે. જોસ બટલર પણ આ લિસ્ટમાં ૨૧માં સ્થાને પહોંચી ગયો છે.

james anderson cricket news