ઍન્ડરસનની ૬૦૦ વિકેટ તેની લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા દેખાડે છે : ફિન્ચ

27 August, 2020 08:06 PM IST  |  Kolkata | IANS

ઍન્ડરસનની ૬૦૦ વિકેટ તેની લાંબી ઇનિંગ રમવાની ક્ષમતા દેખાડે છે : ફિન્ચ

એરોન ફિન્ચ

ઑસ્ટ્રેલિયન વાઇટ-બૉલ કૅપ્ટન ઍરૉન ફિન્ચે જૅમ્સ ઍન્ડરસનનાં ખૂબ જ વખાણ કર્યાં છે. રેડ-બૉલ ક્રિકેટમાં જૅમ્સ ઍન્ડરસને ૬૦૦ વિકેટ લીધી છે, જે અત્યાર સુધીના એક પણ ફાસ્ટ બોલર દ્વારા લેવામાં નથી આવી. પાકિસ્તાન સાથેની છેલ્લી ટેસ્ટમાં અઝહર અલીને આઉટ કરીને ઍન્ડરસને આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ વિશે ફિન્ચે કહ્યું હતું કે ‘આ ખૂબ જ અદ્ભુત અચિવમેન્ટ છે. તે ઘણા લાંબા સમયથી ખૂબ જ અદ્ભુત પ્લેયર રહ્યો છે. તેની ૬૦૦ વિકેટ લાંબી ઇનિંગ રમવાની તેની ક્ષમતા દેખાડે છે. તે અત્યાર સુધી ઘણી ટેસ્ટ રમ્યો છે. તેણે મૅચ પણ જિતાડી છે અને તે દુનિયાના દરેક ખૂણામાં રમ્યો છે. આ ૬૦૦ વિકેટ એજ બધું દેખાડે છે.’

james anderson sports news cricket news