અંબાતી રાયડુએ પોતાની નિવૃતીને લઇને આપ્યું ચોકાવનારૂ નિવેદન

25 August, 2019 01:30 PM IST  |  Mumbai

અંબાતી રાયડુએ પોતાની નિવૃતીને લઇને આપ્યું ચોકાવનારૂ નિવેદન

અંબાતી રાયુડુ

Mumbai : ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ પોતાની નિવૃતીને લઇને એક મહત્વનું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમમાં પસંદગી ન પામનતા નારાજ અંબાતી રાયડુએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. પણ તેણે આપેલા નિવેદનથી તે ફરી વાદળી જર્સીમાં રમતો જોવા મળી શકે છે. કારણ કે તેણે તેના રિટાયરમેન્ટના નિર્ણયને પલટાવવાનું મન બનાવી લીધું છે. ઇન્ટરનેશનલ ટીમમાં વાપસીની તૈયારી તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના 2020ના સંસ્કરણથી કરશે.




IPL માં રમવા માટે પ્લાન કરી રહ્યો છે અંબાતી રાયુડુ
એક ઇન્ટરવ્યુમાં આ મુદ્દા પર તેમણે વાત કરી કે તે હાલ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન વનડે લીગમાં રમી રહેલા આ બેટ્સમેને તેના પ્લાન પર ચર્ચા કરતા કહ્યું કે. હું આઇપીએલ ચૈન્નઇ સુપર કિંગ્સ (CKS) માટે રમીશ અને વાઇટ બૉલ ક્રિકેટમાં વાપસી કરીશ. સર્વશ્રેષ્ઠ ફિટનેસ મેળવવી મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. લીગમાં તે ગ્રાન્ડ સ્લેમ ટીમ માટે રમી રહ્યા છે.


જેના માટે મહેનત કરો છો અને તે નથી મળતું ત્યારે તમારે આગળ વધવું જોઇએ: રાયડુ

નિવૃતીને લઇને અંબાતી રાયડુએ કહ્યું કે, હું આ નહીં કહુ કે આ એક ભાવનાત્મક નિર્ણય હતો. કારણ કે મે ગત 4 વર્ષોમાં વિશ્વ કપ માટે ખૂબ મહેનત કરી હતી. એવા સમયમાં તમે નિરાશ થવા માટે મજબૂર થાઓ છો અને મને લાગે છે કે આ સમય હતો, નિર્ણય મે એટલા માટે નથી લીધો, કારણ કે મને નકારી દેવામાં આવ્યો હતો. જ્યારે તમે કોઇ વસ્તુ માટે મહેનત કરો છો અને તે તમને મળતી નથી તો તમે તેનાથી આગળ વધવાનો વિચારો છો. ક્રિકેટમાં વાપસી પર તેણે કહ્યું આ રમત પ્રેમ જ છે કે હુ વાપસી માટે વિચારી રહ્યો છું.

આ પણ જુઓ : જાણો 10 ભારતીય ક્રિકેટર્સના 'અતરંગી' નામ

વર્લ્ડ કપના સંભવીતોમાં રાયડુનું નામનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો
વર્લ્ડ કપ માટે મોકલવામાં આવેલી 15 સદસ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતો. તેની પર ઘણી ચર્ચાઓ પણ થઇ હતી. ઇજાના કારણે શિખર ધવન અને વિજય શંકરના વર્લ્ડ કપથી બહાર થવા છતા રાયડૂને રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવ્યા નહિ. તેમની જગ્યાએ ઋષભ પંત અને મયંક અગ્રવાલને ટીમમાં જગ્યા મળી હતી. જણાવી દઇએ કે રાયડૂની જગ્યા વર્લ્ડ કપ ટીમમાં જ્યારે શંકરને લેવામાં આવ્યો હતો ત્યારે લોકોએ તેની પર સવાલ ઉઠાવ્યા હતા કારણકે આ પહેલા રાયડૂ સારી ક્રિકેટ રમી રહ્યા હતા.

cricket news ambati rayudu team india board of control for cricket in india