હવે પૂરી થશે ઇન્ડિયાના ચોથા ક્રમાંકના બૅટ્સમૅનની સમસ્યા

21 October, 2018 05:56 AM IST  | 

હવે પૂરી થશે ઇન્ડિયાના ચોથા ક્રમાંકના બૅટ્સમૅનની સમસ્યા



આજથી શરૂ થતી નબળી વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝમાં આવતા વર્ષના વર્લ્ડ કપમાં ભારતના મિડલ ઑર્ડર બૅટ્સમેનો કયા હશે અને ખાસ કરીને નંબર ચારની પોઝિશન પર કોણ બૅટિંગ કરશે એ નક્કી થશે. વિરાટ કોહલીએ મૅચના એક દિવસ પહેલાં પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં કહ્યું હતું કે ‘નંબર ચારના સ્લૉટ પર ઘણા દિવસોથી પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, પણ કોઈ ખેલાડી આ પોઝિશન પર નિયમિત રીતે રન બનાવી શક્યો નથી. જોકે અંબાતી રાયુડુએ આ પોઝિશન પર એશિયા કપમાં સારા રન બનાવ્યા હતા. વર્લ્ડ કપ પહેલાં આ પોઝિશન પર તે સારોએવો સમય વિતાવશે તો વર્લ્ડ કપ સુધી સેટ થઈ જશે. અમને લાગે છે કે રાયુડુ નંબર ચાર માટે શ્રેષ્ઠ બૅટ્સમૅન છે. તે આ પોઝિશન પર સ્ટેટ વતી અને ત્ભ્ન્માં ઘણી મૅચવિનિંગ ઇનિંગ્સ રમ્યો છે.’


આ પણ વાંચોઃ પાકિસ્તાને ઑસ્ટ્રેલિયા સામે મેળવ્યો સૌથી મોટો વિજય


આજથી શરૂ થતી વન-ડે સિરીઝ સહિત ભારત વર્લ્ડ કપ પહેલાં ૧૮ વન-ડે રમશે. એશિયા કપમાં કોહલીની ગેરહાજરીમાં રાયડુએ નંબર ત્રણના સ્થાન પર ૬ ઇનિંગ્સમાં ૪૩.૭૫ની ૧૭૫ રન બનાવીને નંબર ચાર પોઝિશન માટે પોતાનું નામ પાકું કરી લીધું હતું. નંબર ૫, ૬ અને ૭ પોઝિશન તૈયાર છે. જો ઓપનરો ૪૦ ઓવર સુધી બૅટિંગ કરી જાય તો મારી જગ્યાએ કોઈ હાર્ડ-હિટરને મોકલવો યોગ્ય કહેવાશે. ૧૨ સદસ્યની જાહેર કરવામાં આવેલી ટીમમાં ખલીલ અહમદ અને રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. એશિયા કપમાં વન-ડે ડેબ્યુ કરનારો ખલીલ બન્ને તરફ સ્વિંગ કરી શકે છે અને તેને સારો બાઉન્સ પણ મળે છે.