મુંબઈ ઇન્ડિયન્સને રાયુડુથી કામ ચલાવી લેવાનું કહેવામાં આવ્યું

30 September, 2011 07:38 PM IST  | 

મુંબઈ ઇન્ડિયન્સને રાયુડુથી કામ ચલાવી લેવાનું કહેવામાં આવ્યું

 

 

 

ઈજાગ્રસ્ત વિકેટકીપર-બૅટ્સમૅન જેકબ્સની બાદબાકીથી બોર્ડ પાસે એક્સ્ટ્રા વિદેશી પ્લેયર માગેલો, પરંતુ ન મળ્યો : આજે ભજી ઍન્ડ કંપનીની બૅન્ગલોરમાં કેપ કોબ્રાઝ સાથે ટક્કર

સાઉથ આફ્રિકાનો વિકેટકીપર-બૅટ્સમૅન ડૅવી જેકબ્સ સાથળની ઈજાને કારણે આ ચૅમ્પિયનશિપમાંથી આઉટ થઈ ગયો છે. મુંબઈ ઇન્ડિયન્સે ક્રિકેટ બોર્ડના સંચાલન હેઠળની ટેક્નિકલ કમિટી પાસે જેકબ્સને બદલે કોઈ વિદેશી પ્લેયર અને ખાસ કરીને કોઈ વિદેશી વિકેટકીપરને બોલાવવાની છૂટ માગી હતી. જોકે રવિ શાસ્ત્રી અને નિરંજન શાહ સહિતના ચાર મેમ્બરોવાળી કમિટીએ મુંબઈ ઇન્ડિયન્સના ટીમ-મૅનેજમેન્ટને પરવાનગી ન આપતાં એવું જણાવ્યું હોવાનું મનાય છે કે અંબાતી રાયુડુ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની ૧૩ મૅચમાં વિકેટકીપિંગ કરી ચૂક્યો છે એટલે તેની પાસે વિકેટકીપિંગ કરાવો.

મુંબઈ ઇન્ડિયન્સ પાસે આદિત્ય તરે નામનો વિકેટકીપર પણ છે, પરંતુ ચૅમ્પિયનશિપની શરૂઆતમાં તે ઈજાગ્રસ્ત હતો એટલે તેને મુખ્ય ટીમમાં નથી સમાવ્યો.

મુંબઈ ઇન્ડિયન્સ ચૅમ્પિયન્સ લીગની પ્રથમ બન્ને મૅચ જીતી ગયું હતું. કેપ કોબ્રાઝ શનિવારે ન્યુ સાઉથ વેલ્સ બ્લુઝ સામે જીતી ગયું હતું, પરંતુ બુધવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે પરાજિત થયું હતું.