ધોનીનો વર્લ્ડ રેકોર્ડ આ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરે તોડ્યો

27 September, 2020 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધોનીનો વર્લ્ડ રેકોર્ડ આ ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરે તોડ્યો

ફાઈલ તસવીર

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વીમેન્સ ટીમો વચ્ચે હાલમાં ટી 20 ઈન્ટરનેશનલ સીરિઝ ચાલુ છે જેમાં ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો જોવા મળ્યો છે.

ઓસ્ટ્રેલિયા વીમેન્સ ટીમે બીજી ઈન્ટરનેશનલ ટી20 મેચને ઘરઆંગણે જીતી લેતા સીરિઝ પર 2-0થી કબ્જો કરી લીધો છે. ટી 20 મેચમાં ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો છે. ઓસ્ટ્રેલિયાની એક મહિલા ક્રિકેટરે આ રેકોર્ડ તોડ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ બીજી ટી 20માં 16.4 ઓવરમાં બે વિકેટે 128નો લક્ષ્યાંક પાર કરી લેતા 8 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચ ઓસ્ટ્રેલિયાની વિકેટકીપર એલિસા હીલીના વર્લ્ડ રેકોર્ડને લીધે વધુ યાદગાર બની ગઈ હતી.

30 વર્ષની મહિલા ખેલાડી એલિસા હીલીએ આ મેચમાં વિકેટ પાછળ બે ખેલાડીઓને આઉટ કરીને એમ એસ ધોનીની ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ શિકારના વર્લ્ડ રેકોર્ડ (91)ને તોડ્યો હતો. ધોનીના 91 શિકારમાં 57 કેચ અને 34 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.

હીલીએ કિવી ખેલાડી લોરેન ડોનનો કેચ ઝડપીને ટી20 ઈન્ટરનેશનલમાં ધોનીના સૌથી વધુ શિકારના રેકોર્ડના પાછળ રાખી દીધો હતો. હીલીએ ટી20 ઈન્ટરનેશનલમાં કુલ 92 શિકાર ઝડપ્યા હતાં જેમાં 42 કેચ અને 50 સ્ટમ્પ્સ સામેલ થાય છે. વીમેન્ટ ટી20 ઈન્ટરનેશનલમાં ઈંગ્લેન્ડની સારા ટેલર 74 શિકાર સાથે બીજા ક્રમે છે.ઓસ્ટ્રેલિયન વિકેટકીપર હીલીએ ટી20 આંતરાષ્ટ્રીય મેચો રમવાની બાબતે પણ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. હીલીની આ 99મી મેચ હતી.

ms dhoni cricket news australia