રન કરતો અટકાવવા મેં સ્મિથને ઇન્જર્ડ કરવાનો પ્રયત્ન કર્યો હોત : અખ્તર

08 November, 2019 12:00 PM IST  |  Mumbai

રન કરતો અટકાવવા મેં સ્મિથને ઇન્જર્ડ કરવાનો પ્રયત્ન કર્યો હોત : અખ્તર

શોએબ અખ્તર

સ્ટીવન સ્મિથની રન કરવાની સ્ટાઇલને જોઈને પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ખૂબ જ અચંબામાં છે. શોએબ અખ્તરનું કહેવું છે કે સ્મિથની સામે તે રમ્યો હોત તો તેને રન કરતો અટકાવવા માટે તેણે ઇન્જર્ડ કરવાનો પ્રયત્ન કર્યો હોત. પાકિસ્તાન સામેની ટી૨૦ મૅચમાં સ્મિથે ૫૧ બૉલમાં ૮૦ રન કરીને ઑસ્ટ્રેલિયાને જિતાડી હતી. આ વિશે શોએબ અખ્તરે કહ્યું હતું કે ‘તે કેવી રીતે આટલા રન મારી રહ્યો છે એ જોઈને નવાઈ લાગે છે. તેની પાસે કોઈ ટેક્નિક કે સ્ટાઇલ નથી, પરંતુ હિંમત છે. આ જ કારણે તે ખૂબ જ ઇફેક્ટિવ રમી રહ્યો છે. તેણે બૉલની પિચ પકડીને મોહમ્મદ આમિરને ધોઈ કાઢ્યો હતો. તે કેવી રીતે આટલું અદ્ભુત રમે છે એની સમજ નથી પડતી. જો તે મારા સમયમાં રમતો હોત તો મેં તેને ત્રણથી ચાર બૉલ ચહેરા પર મારવાની કોશિશ કરી હોત. રન કરતો અટકાવવા મેં તેને ઇન્જર કરવાનો પ્રયત્ન કર્યો હોત. જોકે સ્મિથને ઇન્જર કરવાનું પણ મુશ્કેલ છે, કારણ કે તે ખૂબ જ અદ્ભુત રમી રહ્યો છે.’

sports news cricket news