સેન્ચુરી મિસ કરવાનો મને કોઈ પસ્તાવો નથી : અજિંક્ય રહાણે

24 August, 2019 09:44 AM IST  |  નોર્થ સાઉન્ડ

સેન્ચુરી મિસ કરવાનો મને કોઈ પસ્તાવો નથી : અજિંક્ય રહાણે

અજિંક્ય રહાણે

ભારતના વાઇસ-કૅપ્ટન અજિંક્ય રહાણેએ પહેલી ટેસ્ટના પહેલા દિવસે ફાઇટિંગ ૮૧ રન બનાવીને ભારતના સ્કોરને વધારવામાં કીમતી યોગદાન આપ્યું હતું. રહાણે છેલ્લાં બે વર્ષમાં પહેલી સેન્ચુરી ફટકારતાં ચૂકી ગયો હતો. તેણે પહેલા દિવસના અંતે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘જ્યાં સુધી હું ક્રીઝ પર હતો, હું ટીમ વિશે વિચારી રહ્યો હતો. હું સ્વાર્થી વ્યક્તિ નથી એટલે હું મારી સેન્ચુરી વિશે નહોતો વિચારતો. મારા ખ્યાલથી મુશ્કેલ પિચ પર ૮૧ રન ઘણા છે અને અમારી ટીમ સારી પોઝિશનમાં છે. અમે લગભગ ૭ મહિના પછી ટેસ્ટ મૅચ રમી રહ્યા છીએ એટલે હું મૅક્સિમમ સમય સુધી ક્રીઝ પર ટકીને વધુમાં વધુ બૉલનો સામનો કરવા માગતો હતો. ટેસ્ટની શરૂઆતમાં પિચ ઘણી બાઉન્સી હતી અને યજમાન ટીમે ઘણી સારી બોલિંગ કરી હતી. કીમાર રોચ અને જેસન હોલ્ડરની બોલિંગ શાનદાર હતી.’

ajinkya rahane team india sports news