કોચ રવિ શાસ્ત્રીએ લીધો કોરોના-વૅક્સિનનો પહેલો ડોઝ

03 March, 2021 10:00 AM IST  |  Ahmedabad | Agency

કોચ રવિ શાસ્ત્રીએ લીધો કોરોના-વૅક્સિનનો પહેલો ડોઝ

કોચ રવિ શાસ્ત્રી

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે અમદાવાદની અપોલો હૉસ્પિટલમાં કોરોના-વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. ડોઝ લેતી વખતનો ફોટો પણ તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. ફોટો શૅર કરીને શાસ્ત્રીએ કહ્યું કે ‘મેં કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. આ મહામારી સામે ભારતને સશક્ત કરવા બદલ મેડિકલ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનો આભાર. અપોલો હૉસ્પિટલમાં કોરોના રસી સાથે પ્રોફેશનલિઝમથી કામ કરતાં કાંતાબહેન અને તેમની ટીમથી હું ઘણો પ્રભાવિત થયો છું.’
એક બાજુ જ્યાં રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં કોરોના વૅક્સિન લીધી હતી ત્યાં બીજી બાજુ મુંબઈમાં ભૂતપૂર્વ ઇન્ડિયન પ્લેયર સંદીપ પાટીલે મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં કોરોનાની રસી લીધી હતી.

ravi shastri cricket news sports news coronavirus