29 December, 2025 10:22 AM IST | Rawalpindi | Gujarati Mid-day Correspondent
બાબર આઝમની ફાઇલ તસવીર
T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી માટે આગામી ૭થી ૧૧ જાન્યુઆરી સુધી શ્રીલંકામાં ૩ T20 મૅચની સિરીઝ રમશે. પાકિસ્તાન પોતાની તમામ વર્લ્ડ કપ મૅચ શ્રીલંકામાં જ રમવાનું હોવાથી આ સિરીઝ તેમના માટે વૉર્મ-અપ સાબિત થશે. જોકે આ ટૂર માટે ગઈ કાલે જાહેર કરવામાં આવેલી ૧૫ સભ્યોની ટીમમાં ૪ મુખ્ય ખેલાડીઓ ગેરહાજર રહેશે. ૨૩ વર્ષના બૅટર ખ્વાજા નાફેને પહેલી વખત પાકિસ્તાની ટીમમાં સ્થાન મળ્યું છે
પાકિસ્તાનના બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર્સ શાહીન આફ્રિદી, હરિસ રઉફ બિગ બૅશ ક્રિકેટ લીગ (BBL)માં ફ્રૅન્ચાઇઝી ક્રિકેટ-પ્રતિબદ્ધતાને કારણે શ્રીલંકા ટૂરમાં ભાગ લેશે નહીં. હરિસ રઉફે ૪ મૅચમાં ૯ વિકેટ લીધી છે. બાબર આઝમ ૪ મૅચમાં એક ફિફ્ટી સહિત ૭૧ રન જ કરી શક્યો છે. મોહમ્મદ રિઝવાને બે મૅચમાં ૩૬ રન કર્યા છે, જ્યારે શાહીન આફ્રિદી ૪ મૅચમાં બે જ વિકેટ લઈ શક્યો છે અને હાલમાં ઇન્જર્ડ છે.
સલમાન અલી આગા (કૅપ્ટન), અબ્દુલ સમદ, અબ્રાર અહમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, ખ્વાજા નાફે, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, શાદાબ ખાન, ઉસ્માન ખાન, ઉસ્માન તારિક