કોફી ફિયાસ્કો બાદ મેં અને રાહુલે એક મહિના સુધી વાત નહોતી કરી:હાર્દિક

07 June, 2020 08:13 PM IST  |  Mumbai Desk | Agencies

કોફી ફિયાસ્કો બાદ મેં અને રાહુલે એક મહિના સુધી વાત નહોતી કરી:હાર્દિક

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ કરણ જોહરના ચેટ શોને લઈને કન્ટ્રોવર્સીમાં ફસાયા હતા. એક વિવાદાસ્પદ જવાબ આપ્યા બાદ તેમના પર અનેક પ્રતિબંધો મુકાયા હતા. જોકે આ બન્ને પ્લેયરોને ઑસ્ટ્રેલિયા સિરીઝમાંથી પણ તરત બોલાવી લેવામાં આવ્યા હતા. આ બન્ને પ્લેયરોએ આપેલા વિવાદાસ્પદ જવાબને આધારે તેમનું ક્રિકેટ કરીઅર જોખમમાં મુકાઈ ગયું હતું અને એક સમય એવો પણ હતો કે આ પ્લેયરો વચ્ચે એક મહિના સુધી વાત પણ નહોતી થઈ. આ મુદ્દા પર વાત કરતાં હાર્દિકે કહ્યું કે ‘તે મારા ભાઈ જેવો છે. અમે બન્નેએ સફળતાઓને સાથે માણી છે અને નિષ્ફળતાઓને પણ સાથે સહન કરી છે. હા, એ વાત સાચી છે કે એ વખતે અમે એટલા સ્ટ્રેસમાં હતા કે અમે એક મહિના સુધી એકબીજા સાથે વાત નહોતી કરી. તેમ છતાં અમે અમારી જાતને બદલી નહોતી. રાહુલ થોડો વધુ શાંત સ્વભાવનો બન્યો છે અને એ ઘટના પછી પણ અમારા સંબંધમાં જરાપણ ફેરફાર આવ્યો નથી. અમારા જીવનમાં કંઈ પણ થાય અમે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ. મેં મારા જીવનમાં એવી ઘણી ભૂલો કરી છે, પણ સારી વાત એ છે કે હું એને સ્વીકારું છું. એ જ પ્રમાણે ક્રિકેટમાં મારી ભૂલ ન સ્વીકારું તો બીજી મૅચમાં એ જ ભૂલ ફરીથી કરીશ. હું ફક્ત મારી ભૂલ સ્વીકારીને વાતનો નિવેડો લાવવા માગું છું. મારી ભૂલને કારણે મારા પરિવારે પણ મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો જે મને સ્વીકાર્ય નથી.’

sports news sports cricket news hardik pandya