૨૧ વર્ષ બાદરોજર ફેડરર નહીં રમે ઑસ્ટ્રેલિયન ઓપનમાં

29 December, 2020 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૧ વર્ષ બાદરોજર ફેડરર નહીં રમે ઑસ્ટ્રેલિયન ઓપનમાં

ફાઈલ તસવીર

વર્ષ ૨૦૦૦માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ડેબ્યુ કરનાર ટેનિસ લેજન્ડ સ્ટાર રૉજર ફેડરર હવે ૨૧ વર્ષ બાદ પહેલી વાર આ ટુર્નામેન્ટમાં રમતો જોવા નહીં મળે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ઑસ્ટ્રેલિયન ઓપન બાદ એક પણ ટુર્નામેન્ટમાં નહીં રમનાર ફેડરર ઘૂંટણની ઇન્જરીમાં હજી સંપૂર્ણ સાજો નથી થઈ શક્યો અને યુએઈમાં ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. ૩૯ વર્ષનો અને વર્લ્ડ રૅન્કિંગ્સમાં પાંચમા ક્રમાંકિત ફેડરરે તેની કોચિંગ ટીમ સાથે ચર્ચા કરીને વર્ષની સૌપ્રથમ ગ્રૅન્ડ સ્લૅમ ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમવાનો નિર્ણય લીધો હતો. આ વખતે ત્રણ અઠવાડિયાં મોડે શરૂ થઈ રહેલી ઑસ્ટ્રેલિયન ઓપનમાં ફેડરર ૬ વાર ચૅમ્પિયન બન્યો છે.

sports news sports australian open roger federer