T20 એશિયા કપ 2025 જેવી મલ્ટી-નૅશનલ ટુર્નામેન્ટના કૉમેન્ટરી બૉક્સમાં પહેલી વાર ગુંજશે અફઘાની અવાજ

05 September, 2025 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી વખત એશિયા કપ જેવી મલ્ટી-નૅશનલ ટુર્નામેન્ટમાં અફઘાની કૉમેન્ટેટરનો અવાજ ગુંજશે

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાન સાથે અહમદ ફરહાદ ફિદાઈનો ફાઇલ ફોટો

કાબુલ યુનિવર્સિટીમાંથી મેડિકલ ગ્રૅજ્યુએટ થયેલા અહમદ ફરહાદ ફિદાઈ છેલ્લાં ચાર વર્ષથી અફઘાનિસ્તાનની ટીમની દ્વિપક્ષીય સિરીઝમાં નિયમિત કૉમેન્ટરી કરે છે. હાલમાં અમેરિકામાં રહેતો અહમદ ફરહાદ હવે T20 એશિયા કપ 2025માં કૉમેન્ટરી કરતો જોવા મળશે. પહેલી વખત એશિયા કપ જેવી મલ્ટી-નૅશનલ ટુર્નામેન્ટમાં અફઘાની કૉમેન્ટેટરનો અવાજ ગુંજશે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા તેના નામની ભલામણ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ને મળતાં તેનું નામ સોની નેટવર્કની કૉમેન્ટરી પૅનલમાં સામેલ થયું છે. તેણે કહ્યું કે ‘મારા માટે આ સન્માનની વાત હશે. મેં અફઘાનિસ્તાન માટે દ્વિપક્ષીય મૅચોમાં કૉમેન્ટરી કરી છે, પરંતુ એશિયા કપ જેવી મોટી ચૅમ્પિયનશિપમાં આ મારો પહેલો પ્રસંગ હશે. હું સુનીલ ગાવસકર જેવા સ્ટાર સાથે માઇક શૅર કરવા માટે ઉત્સાહિત છું. હું તેમને એક વાર મળ્યો છું, પરંતુ ક્યારેય કૉમેન્ટરી બૉક્સમાં રહેવાની તક મળી નથી.’ 

sports news sports t20 asia cup 2025 afghanistan cricket news asia cup