સૌરાષ્ટ્ર સામે તરેના ૨૨૨ અને રોહિતના ૧૬૬ રન મુંબઈની મજબૂત પકડ

17 December, 2012 05:23 AM IST  | 

સૌરાષ્ટ્ર સામે તરેના ૨૨૨ અને રોહિતના ૧૬૬ રન મુંબઈની મજબૂત પકડ

રાજકોટ :

મુંબઈએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પહેલી જ વાર સેન્ચુરી ફટકારનાર ઓપનર આદિત્ય તરે (૨૨૨ રન, ૪૧૭ બૉલ, ૧ સિક્સર, ૩૧ ફોર) અને સીઝનની ત્રીજી સેન્ચુરી મારનાર રોહિત શર્મા (૧૬૬ રન, ૨૫૪ બૉલ, ૪ સિક્સર, ૧૬ ફોર)ની ત્રીજી વિકેટ માટેની ૨૭૮ રનની ભાગીદારીથી પાંચ વિકેટે ૬૦૬ રનના ટોટલ પર દાવ ડિક્લેર કર્યો હતો. તરે અને રોહિત બન્નેનો વિકેટકીપર સાગર જોગિયાણીએ એક-એક વખત કૅચ છોડ્યો હતો. ગઈ કાલની રમતના અંતે સૌરાષ્ટ્રે ૪૨ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

વડોદરામાં બરોડાના ૨૦૮ રનના જવાબમાં તામિલનાડુએ ૧૬૬ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી.

કલકત્તામાં બેન્ગાલ ૧૧૬ રને ઑલઆઉટ થયું હતું અને એણે એક રનની લીડ લીધી હતી. બીજા દાવમાં હૈદરાબાદના ૭ વિકેટે ૧૭૨ રન હતા.

દિલ્હીમાં દિલ્હીને ૧૯૩ રને ઑલઆઉટ કરીને મહારાષ્ટ્રે ૩ રનની લીડ મેળવી હતી અને પછી સેકન્ડ ઇનિંગ્સમાં વિના વિકેટે ત્રણ રન બનાવ્યા હતા.