03 August, 2026 04:22 PM IST | Amritsar | Gujarati Mid-day Correspondent
અભિષેક શર્મા
પંજાબ સ્ટેટ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ સિનિયર વન-ડે ટુર્નામેન્ટમાં ભારતના સ્ટાર બૅટર અભિષેક શર્માએ ધમાલ મચાવી હતી. અમૃતસરની ટીમે તરનતારન ટીમ સામે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૫૩૩ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.પચીસ વર્ષના ડાબોડી બૅટર અભિષેક શર્માએ અમૃતસર માટે ઓપનિંગ કરતી વખતે ૨૫૬.૦૪ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હતી. અભિષેક શર્માએ ૧૫ ફોર અને ૨૫ સિક્સની મદદથી ૯૧ બૉલમાં ૨૩૩ રન ઝૂ઼ડીને છેક પચીસમી ઓવરમાં વિકેટ ગુમાવી હતી. તે છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો છે.
૮૫ બૉલમાં ૯૩ રન કરનાર સાથી ઓપનર અભય ચૌધરી સાથે અભિષેક શર્માએ પચીસમી ઓવર સુધીમાં ૩૦૫ રનની ભાગીદારી કરી હતી.