દિલ્હી કૅપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલના જામીન નકાર્યા, 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રહેશે

14 August, 2026 06:58 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

ક્રિકેટરની ધરપકડ બાદ, પોલીસે અભિષેક પોરેલને કોર્ટમાં રજૂ કર્યો, જેણે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો. દરમિયાન, પોલીસ આરોપોની આસપાસના તથ્યોની તપાસ કરી રહી છે. તપાસમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ડિજિટલ સામગ્રીની તપાસ પણ સામેલ હશે.

અભિષેક પોરેલ

દિલ્હી કૅપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલને જાતીય સતામણીના આરોપો સાથે સંકળાયેલા કેસમાં જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. હુગલીમાં ધરપકડ કરાયેલા પોરેલને કોર્ટે 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોરેલ સામે ગુનાહિત ધમકી સહિત અનેક ગંભીર આરોપો કરવામાં આવ્યા છે. ભારતીય ન્યાય સંહિતાની કલમો તેમજ માહિતી જી કાયદાની કલમ 66E અને 72 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મહિલા દ્વારા ગંભીર આરોપો

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી કર્ણાટકની મૅડિકલની વિદ્યાર્થીની છે. તેણે દાવો કર્યો હતો કે તે અને પોરેલ 2023 થી રિલેશનમાં હતા અને લગ્ન કરવાની યોજના બનાવી હતી. લગભગ દોઢ વર્ષ પહેલા તેમની વચ્ચે મતભેદો ઉભા થયા હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પોરેલે તેને બ્લૅકમેલ કરી હતી અને પ્રાઇવેટ ફોટા અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી હતી. પોલીસે બિન-જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તપાસ દરમિયાન, પોરેલે ઇલેક્ટ્રોનિક અને સ્ટોરેજ ઉપકરણો પણ સોંપવા પડશે.

2 એપ્રિલના રોજ હુમલો કરવાનો આરોપ

ફરિયાદમાં 2 એપ્રિલ, 2026 ના રોજ બનેલી એક કથિત ઘટનાનો પણ ઉલ્લેખ છે, જે IPL 2026 સીઝન દરમિયાન બની હતી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે પોરેલે એક મીટિંગ દરમિયાન તેના પર હુમલો કર્યો હતો. તેણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે પોરેલે તેને એક જગ્યાએ બંધ કરી દીધી હતી અને તેને ખોરાક આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તબીબી સારવારની જરૂર પડી હતી. આમાંથી કોઈ પણ આરોપની હજી સુધી પુષ્ટિ થઈ નથી. પોરેલ સામેના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે અને કોર્ટમાં સાબિત થવાના બાકી છે.

14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

ક્રિકેટરની ધરપકડ બાદ, પોલીસે અભિષેક પોરેલને કોર્ટમાં રજૂ કર્યો, જેણે તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો. દરમિયાન, પોલીસ આરોપોની આસપાસના તથ્યોની તપાસ કરી રહી છે. તપાસમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ડિજિટલ સામગ્રીની તપાસ પણ સામેલ હશે. પોલીસ કેસ સંબંધિત તમામ આરોપોની તપાસ ચાલુ રાખે છે.

અભિષેક પોરેલના ક્રિકેટ-કરીઅરનો રેકૉર્ડ

IPLમાં 2023 થી અભિષેક પોરેલ દિલ્હી કૅપિટલ્સ માટે 35 મૅચમાં 145.36 ના સ્ટ્રાઇક-રેટથી 968 રન ફટકારી ચૂક્યો છે. ટોટલ 61 T20 મૅચમાં 11 ફિફ્ટીને આધારે તેણે 1590 રન નોંધાવ્યા છે.  અભિષેક પોરેલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 32 મૅચમાં 1 સેન્ચુરી અને 12 ફિફ્ટીના આધારે 1408 રન કર્યા છે. લિસ્ટ A ક્રિકેટની 23 મૅચમાં તેણે બે સદી અને પાંચ ફિફ્ટીની મદદથી 833 રન કર્યા છે.

delhi capitals IPL 2026 Rape Case Crime News sexual crime indian cricket team sports news sports cricket news