ક્રિકેટ રસિયાઓ આનંદો કૅનેડા T20 નાયગ્રા ફેસ્ટ 16મી જુલાઇથી શરૂ

02 July, 2020 02:55 PM IST  |  Mumbai | Partnered Content

ક્રિકેટ રસિયાઓ આનંદો કૅનેડા T20 નાયગ્રા ફેસ્ટ 16મી જુલાઇથી શરૂ

અભૂતપૂર્વ એવા કૅનેડા ક્રિકેટની કાગ ડોળે રાહ જોતા રસિયાઓ માટે આનંદના સમાચાર છે કારણકે નાયગ્રા ક્રિકેટ સેન્ટર ખાતે 16મી જુલાઇથી T20 નાયગ્રા ફેસ્ટની શરૂઆત થશે.

સાત દિવસ સુધી ચાલનારી આ T20 ટુર્નામેન્ટ 12 લિગ મેચિઝને હોસ્ટ કરશે. છ દિવસનાં ખેલ બાદ એક ક્વૉલિફાયર સેમિ ફાઇનલ 22મી જુલાઇએ સવારે 9.30એ એટલે કે IST મુજબ સાંજે 7.00 વાગે ખેલાશે. ટુર્નામેન્ટની ગ્રાન્ડ ફિનાલે એ જ દિવસે એટલે કે 22મી જુલાઇએ બપોરે 13.00 વાગ્યે એટલે કે ભારતીય સમય અનુસાર રાત્રે 10.30ના સમયે રમાશે. આ તમામ લીગ મેચિઝ કૅનેડિયન સમય અનુસાર સવારે  9.30થી  બપોરે 13.00 વચ્ચે 16, 17, 18, 19, 20અને 21મી જુલાઇના રોજ રમાશે.

વિજેતા ટિમને સરપાવમાં 50,000 કૅનેડિયન ડૉલર્સ અપાશે.

ટુર્નામેન્ટને ક્રિકેટ કાઉન્સિલ ઑફ ઓન્ટારિયો તરફથી માન્યતા મળી છે અને તે નાયગ્રા ક્રિકેટ ક્લબ અને વિરસા ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે રમાનાર છે. આ ટુર્નામેન્ટનો એક માત્ર હેતુ છે કે ક્રિકેટ રસિયાઓ સુધી ક્રિકેટ ફરી પહોંચાડવું અને સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપી કૅનેડા ક્રિકેટને આગળ ધપાવવું.

ચાર ટીમ- વેનકુવર સ્ટાર્સ, મોંકટોન હીરોઝ, ટોરેન્ટો ટાઇગર્સ અને નાયગ્રા વંડર્સ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. કેનેડિયન નેશનલ ટીમનાં કેપ્ટન રિઝવાન ચીમા, ગ્લોબલ T20 ખેલાડીઓ ભુપિંદર સિંઘ અને હર્મનદીપ સિંઘ, કેનેડિયન નેશનલ ખેલાડીઓ નવનીત ધાલીવાલ, રવિન્દ્રપાલ સિંઘ અને સેસિલ પરવેઝ જેવા આઇકોનિક ખેલાડીઓ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.

આ ટુર્નામેન્ટની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે કારણકે તે ફરી એકવાર ખેલ-કૂદને પ્રોત્સાહન આપશે જે છેલ્લા 100 દિવસથી રોગચાળાને પગલે સાવ થંભી ગઇ છે. કેનેડા T20 ફેસ્ટ પહેલી અધિકૃત ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે લૉકડાઉન બાદ રમાઇ રહી હોય, જ્યારે સંજોગો ફરી પહેલાં જેવા બનવાની બસ શરૂઆત જ થઇ હોય.  ચાહકોને પણ કૅનેડા T20 નાયગ્રા ફેસ્ટ 16મી જૂલાઇથી 22મી જુલાઇ વચ્ચે ચેનલ પાર્ટનર વન સ્પોર્ટ્સ પર જોવા મળશે. આ માટેનાં પ્રિન્ટ પાર્ટનર્સ મિડ-ડે અને ગુજરાતી મિડ-ડે છે.

આ માટે વધુ માહિતી મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત લોઃ   https://canadat20niagara.com

 

અમને ફૉલો કરોઃ

ફેસબુક : https://www.facebook.com/CanadaT20NiagaraFest

ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/canadat20niagarafest/ 

ટ્વીટર : https://twitter.com/CanadaT20Fest

કોઇપણ મીડિયા સંબંધિત માહિતી માટે સંપર્ક કરો : Info@canadat20niagra.com

 

cricket news canada sports news