સિડનીના ગ્રાઉન્ડમાં પહેલી વાર મુકાશે મહિલા ક્રિકેટરનું સ્ટૅચ્યુ

09 March, 2021 11:20 AM IST  |  Sydney

સિડનીના ગ્રાઉન્ડમાં પહેલી વાર મુકાશે મહિલા ક્રિકેટરનું સ્ટૅચ્યુ

પ્રતીકાત્મક તસવીર

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એક ઐતિહાસિક નિર્ણય લઈને મહિલા ક્રિકેટપ્રેમીઓનાં દિલ ખુશ કરી દીધાં છે, જેની ઘણી પ્રશંસા થઈ રહી છે. ટ્વિટર દ્વારા ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના જણાવ્યા મુજબ હવે ઑસ્ટ્રેલિયામાં મહિલા ક્રિકેટરોને સન્માન આપવા તેમનું સ્ટૅચ્યુ બનાવવામાં આવશે. પહેલું સ્ટૅચ્યુ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં મુકાશે અને મેદાન તેમ જ સ્ટૅન્ડને પણ મહિલા ખેલાડીનું નામ આપવામાં આવશે. આ ઉપરાંત તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ગવર્નિંગ કાઉન્સિલ એક કમિટીની નિમણૂક કરશે.

હાલમાં આખા ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટરોનાં ૭૩ સ્ટૅચ્યુ સ્થાપિત છે, પણ એ તમામ સ્ટૅચ્યુ પુરુષ ક્રિકેટરોનાં છે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના ઉક્ત નિર્ણયને લીધે દેશમાં હવે મહિલા ક્રિકેટરની પહેલી પ્રતિમાનું સ્થાપન કરી મહિલા ખેલાડીઓનું ગૌરવ વધારવામાં આવશે. જોકે તેઓ સૌથી પહેલાં કઈ મહિલા ક્રિકેટરનું સ્ટૅચ્યુ બનાવાશે એ વિશે હજી સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ઑસ્ટ્રેલિયામાં વિમેન્સ ક્રિકેટનો ઇતિહાસ ૮૬ વર્ષ જૂનો છે. ૧૯૩૫માં ઑસ્ટ્રેલિયન વિમેન્સ ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડ વિમેન્સ ક્રિકેટ ટીમ સામે પહેલી ટેસ્ટ મૅચ રમી હતી.

cricket news womens day australia sydney