✕

હાર્દિક પંડ્યાને મળવા માટે એક જબરા ફૅને લખનઉ ટૂ બૅન્ગલોર વાયા મુંબઈ ૨૩૯૦ કિલોમીટરનું અંતર પગપાળા કાપ્યું

21 October, 2026 10:24 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

રવિ કુમાર રાવત નામનો એક ચાહક બૅન્ગલોરમાં સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સની બહાર હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરતો જોવા મળ્યો. તેના ખભા પર લટકાવેલી બૅગ પર તિરંગો અને હાથમાં હાર્દિક પંડ્યા માટેનું પોસ્ટર જોવા મળ્યું.

હાર્દિક પંડ્યાનો ચાહક રવિ કુમાર રાવત

ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના એક જબરા ફૅનનો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જબરદસ્ત વાઇરલ થયો છે. આ વિડિયોમાં રવિ કુમાર રાવત નામનો એક ચાહક બૅન્ગલોરમાં સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટર ઑફ એક્સલન્સની બહાર હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરતો જોવા મળ્યો. તેના ખભા પર લટકાવેલી બૅગ પર તિરંગો અને હાથમાં હાર્દિક પંડ્યા માટેનું પોસ્ટર જોવા મળ્યું.

લખનઉના આ ચાહકે હાર્દિક પંડ્યાને મળવા લગભગ ૨૩૯૦ કિલોમીટરની પદયાત્રા કરી. લખનઉથી મુંબઈ તેણે આશરે ૧૪૦૦ કિલોમીટરનું અંતર કાપ્યું અને પછી મુંબઈથી ૯૯૦ કિલોમીટરનું અંતર ફરી પગપાળા કાપ્યું હતું. હાર્દિક આ ચાહકને ભેટે છે અને તેને પરત ફરવા માટે ટિકિટની વ્યવસ્થા કરી આપવાની ઑફર પણ આપે છે.
હાર્દિક પંડ્યા હાલમાં મુંબઈથી બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સ પાસેના વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો છે. તે ઇન્જરીઓમાંથી ફિટ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. IPL 2026 પછી તે ક્રિકેટ ઍક્શનમાં જોવા મળ્યો નથી.

hardik pandya bengaluru indian cricket team sports news sports social media viral post