ટીમથી દૂર પોતાની બોલિંગ સુધારી રહ્યો છે ઉમેશ

22 August, 2019 10:05 AM IST  |  ઍન્ટિગુઆ

ટીમથી દૂર પોતાની બોલિંગ સુધારી રહ્યો છે ઉમેશ

ઉમેશ યાદવ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવને વેસ્ટ ઇન્ડીઝ ટૂરમાં સ્થાન નથી મળ્યું, પણ હાલમાં તે પોતાની બોલિંગની ધાર કાઢવામાં વ્યસ્ત છે. વેસ્ટ ઇન્ડીઝ ‘એ’ સામેની વૉર્મ-અપ મૅચની પહેલી ઇનિંગમાં ત્રણ વિકેટ લેનારો ઉમેશ યાદવ તાજેતરમાં પોતાની બોલિંગમાં સુધાર લાવવા માટે કામ કરી રહ્યો છે. આ સુધાર લાવવા માટે તેણે છેલ્લા કેટલાક મહિના વિદર્ભ ક્રિકેટ ઍકૅડેમીના કોચ સુબ્રોતો બૅનરજી સાથે પસાર કર્યા છે અને તેમનું માર્ગદર્શન મે‍ળવ્યું છે. પોતાની બોલિંગ વિશે ઉમેશનું કહેવું છે કે ‘એક ફાસ્ટ બોલર તરીકે પોતાની લાઇન ઍન્ડ લેન્ગ્થ સાથે લય જાળ‍વી રાખવા તમારે સતત પ્રૅક્ટિસ કરવી પડે છે. મેં પણ મારો લય પાછો મેળવવા માટે પ્રૅક્ટિસ કરી છે. મૅચની જે વાસ્તવિક પરિસ્થિતિ હોય એવી જ પરિસ્થિતિમાં હું તૈયારી કરી રહ્યો છું. મારી બોલિંગ ડિલિવરીની લેન્ગ્થમાં તકલીફ હતી અને મેં એના પર ઘણું કામ કર્યું છે. હું ઘણા સમય પછી પ્રૅક્ટિસ મૅચ રમી રહ્યો છું અને પહેલાં પણ મેં ઇન્ડિયા ‘એ’ માટે મૅચ રમી છે. હું ડોટ બૉલ નાખવાનો પણ ખાસ્સો પ્રયાસ કરી રહ્યો છું અને એમાં આંશિક રીતે સફળ પણ થઈ રહ્યો છું.’

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરોએ ફાઇટ આપવા મેન્ટલી સ્ટ્રૉન્ગ બનવાની જરૂર: બ્રાયન

ઉમેશ યાદવે પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ ડિસેમ્બર ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયા સામે રમી હતી, જે સિરીઝ ઇન્ડિયા ૨-૧થી જીતી ગઈ હતી. યાદવને ભરોસો છે કે ઇન્ડિયન ટીમ માટે ફાસ્ટ બોલરોની યાદીમાં કૉમ્પિટિશન ઘણી છે અને જે બોલર શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેને જ ટીમમાં સ્થાન મળશે અને એક સ્ટ્રોન્ગ ટીમ બનવા માટે આ વાત ખૂબ જરૂરી છે. જોકે એનાથી બોલરને પોતાની બોલિંગમાં સુધાર લાવવાનો વ્યક્તિગત ફાયદો જરૂર મળશે.

umesh yadav cricket news sports news