અમે ટક્કર આપીશું, પણ હોમ ગ્રાઉન્ડની ટીમ હંમેશાં ફેવરિટ હોય છે:રિચર્ડસન

13 January, 2020 12:36 PM IST  |  Mumbai Desk | s. s. ramaswami

અમે ટક્કર આપીશું, પણ હોમ ગ્રાઉન્ડની ટીમ હંમેશાં ફેવરિટ હોય છે:રિચર્ડસન

ઇન્ડિયા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વન-ડે મૅચોની સિરીઝ આવતી કાલથી શરૂ થવાની છે. એવામાં દમદાર ઑસ્ટ્રેલિયા સામે વિરાટસેના કઈ રીતે બાથ ભીડે છે એ જોવા જેવું રહેશે. ઑસ્ટ્રેલિયન પ્લેયર કેન રિચર્ડસનનું આ બાબતે કહેવું છે કે તેમની ટીમ યજમાન ટીમને સારી એવી ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે, પણ હોમ ગ્રાઉન્ડનો ફાયદો જરૂરથી ટીમ ઇન્ડિયાને મળી રહેશે.

કેન રિચર્ડસનનું કહેવું છે કે ‘મારા મતે હોમ ગ્રાઉન્ડની ટીમને વધારે ફાયદો મળતો હોય છે. ઍરોન ફિન્ચે કહ્યું હતું કે કોઈ પણ ટીમ અહીં આવીને સતત જીત નથી મેળવી શકી. એ કામ અઘરું રહેશે. ભારતને ભારતમાં હરાવવું એક ચૅલેન્જ છે. અમે ગયા વર્ષે જે પરાક્રમ કરી શક્યા એ ‍આ વર્ષે પણ કરવાનો પ્રયાસ કરીશું અને અમે એના માટે રેડી છીએ. અમારો આત્મવિશ્વાસ અડગ છે, પણ અમારે એ ન ભૂલવું જોઈએ કે હોમ ટીમને મહેમાન ટીમ કરતાં વધારે ફાયદો મળતો હોય છે.’

cricket news sports news sports