સમાયરા રોહિત શર્મા સાથે ધવનની મસ્તી

04 November, 2019 01:43 PM IST  |  નવી દિલ્હી

સમાયરા રોહિત શર્મા સાથે ધવનની મસ્તી

રોહિત શર્મા સાથે ધવનની મસ્તી

વન-ડે અને ટી૨૦માં ઇન્ડિયન ક્રિકેટ ટીમની ઓપનિંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવને બંગલા દેશ સામેની પ્રથમ ટી૨૦ મૅચ પહેલાં હોટેલની રૂમમાં મસ્તી કરીને સમય પસાર કર્યો હતો. આ મસ્તી તેઓ રોહિતની દીકરી સમાયરા સાથે કરી રહ્યા હતા. રોહિતની નન્હી પરી તેના પપ્પાના ખોળામાં છે, જ્યારે બાજુમાં શિખર અંકલ તેને પોતાનું ક્લિન શેવવાળું માથું આપે છે જેના પર સમાયરા હાથ લગાડે છે અને શિખર અંકલ પલંગ પર બેઠા-બેઠા ભમ થઈ જાય છે. એ મસ્તી જોઈને છુટકી સમાયરા ખુશખુશાલ થઈ જાય છે. શિખરે આ વિડિયો સાથે લખ્યું હતું કે ‘માનનીય સમાયરા સાથે કેટલીક મસ્તી.’

rohit sharma shikhar dhawan cricket news sports news