સિલેક્ટરોએ ધોનીને તેના ફ્યુચર પ્લાન વિશે જણાવવું જોઈએ : સેહવાગ

19 July, 2019 12:13 PM IST  |  નવી દિલ્હી

સિલેક્ટરોએ ધોનીને તેના ફ્યુચર પ્લાન વિશે જણાવવું જોઈએ : સેહવાગ

સેહવાગ

ટેસ્ટમાં બે ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ભારતીય બૅટ્સમૅન વિરેન્દર સેહવાગનું માનવું છે કે સિલેક્ટરોએ મહેન્દ્રસિંહ ધોનીને જણાવવું જોઈએ કે તે તેમના ફ્યુચર પ્લાનમાં છે કે નહીં. વર્લ્ડ કપમાંથી ભારતની એક્ઝિટ થયા પછી એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ધોનીનો હવે કદાચ પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ નહીં થાય. વર્લ્ડ કપમાં તેની ધીમી બૅટિંગ ચર્ચાનો વિષય બની હતી. સેહવાગે એક પૅનલ ડિસ્કશનમાં કહ્યું કે ‘ક્યારે રિટાયર થવું એનો નિર્ણય ધોની પર છોડવો જોઈએ. સિલેક્ટરોની ડ્યુટી છે ધોનીને જણાવવાની કે તે હવે આગામી મૅચોમાં ભારતનો વિકેટકીપર-બૅટ્સમૅન છે કે નહીં. કાશ સિલેક્ટરો મને પણ તેમના ફ્યુચર પ્લાન વિશે જણાવ્યું હોત, જેથી કરીને હું પણ મારા પ્લાન વિશે તેમની સાથે ચર્ચા કરી શક્યો હોત.’

પૅનલ ડિસ્કશનમાં ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર સંદીપ પાટીલ હાજર હતા. તેમણે કહ્યું, ‘સચિન તેન્ડુલકરને સિલેક્ટરોના ફ્યુચર પ્લાન વિશે જણાવવાની જવાબદારી મને અને રાજિન્દર સિંહ હન્સને સોંપવામાં આવી હતી. સેહવાગ માટે આ જવાબદારી વિક્રમ રાઠોડને સોંપવામાં આવી હતી. જો સેહવાગ એમ કહેતો હોય કે વિક્રમે તેની સાથે ચર્ચા નહોતી કરી તો એની જવાબદારી હું લેવા તૈયાર છું.’

આ પણ વાંચો : ટીમનું સિલેક્શન બીસીસીઆઇના સચિવ નહીં, સિલેક્શન કમિટીના અધ્યક્ષ કરશે

સેહવાગે કહ્યું, ‘વિક્રમે મારી સાથે ફ્યુચર પ્લાનની ચર્ચા મને ડ્રૉપ કર્યા પછી કરી હતી જે પહેલાં કરવી જોઈતી હતી. એક ક્રિકેટરને ડ્રૉપ કર્યા પછી તેની સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. સિલેક્ટરોએ ક્રિકેટરોને ડ્રૉપ કરતાં પહેલાં તેમની સાથે ચર્ચા કરવી જ જોઈએ.’

cricket news sports news virender sehwag ms dhoni