વિરાટ કોહલીના નામે વધુ એક સિધ્ધી, દિલ્હીના મેદાનમાં થશે આ બદલાવ

18 August, 2019 07:00 PM IST  | 

વિરાટ કોહલીના નામે વધુ એક સિધ્ધી, દિલ્હીના મેદાનમાં થશે આ બદલાવ

વિરાટ કોહલીની પ્રસિદ્ધી આજે વિશ્વભરમાં ફેલાયેલી છે. ત્યારે તેને જોતા દિલ્હી ક્રિકેટ એસોશિએસન (DDCA) એ ભારતીય ટીમના સુકાની અને રનમશીન વિરાટ કોહલીને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. DDCAએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા અને વિરાટ કોહલીને લગતી ખાસ વાતની જાહેરાત કરી છે. DDCA અનુસાર ફિરોઝશાહ કોટલા મેદાનમાં વિરાટ કોહલીને ખાસ સ્થાન આપવામાં આવશે જે અત્યાર સુધી દિગ્ગજ ખેલાડીઓને જ સ્થાન મળ્યું છે. વિરાટ કોહલીના પ્રદર્શન અને સતત સારા દેખાવને લઈને DDCA દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

DDCAએ જાહેરાત કરી છે કે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં વિરાટ કોહલીના નામનું સ્ટેન્ડ બનાવવામાં આવશે. વિરાટ કોહલીએ મેળવેલી સિદ્ધીને પગલે દિલ્હી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં ખાસ સ્ટેન્ડ બનાવવામાં આવશે. આ પહેલા ઘણા પૂર્વ પ્લેયર્સના નામ પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ટીમ ઈન્ડિયાના કેપ્ટનનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. વિરાટ કોહલી દિલ્હી તરફથી રમી ચૂક્યા છે.

દિલ્હીના આ મેદાનના એક ગેટનું નામ ભારતીય ટીમના પૂર્વ સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગના નામથી છે. ભારતના કેટલાક ક્રિકેટર છે જેમના નામે પર સ્ટેડિયમના ગેટ કે પછી સ્ટેન્ડ હોય છે. વિદેશમાં ઘણા પ્લેયર્સના નામ પર સ્ટેડિયમ હોય છે જો કે ભારતના લગભગ પૂર્વ પ્લેયર્સના નામે સ્ટેન્ડ છે.

વિરાટ કોહલી પહેલા મહેન્દ્ર સિંહ ધોનીના નામે રાંચીના સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે જેનું નામ એમ.એસ. ધોની પેવેલિયન રાખવામાં આવ્યું છે. કોહલી અને ધોની સિવાય સુનીલ ગાવસ્કર, સચિન તેન્ડુલકર જેવા મહાન પ્લેયરોના નામ પર સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. વિરાટ કોહલી હાલ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમ્યો છે. આ પહેલા ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝને વન-ડે સિરીઝ અને T-20 સિરીઝમાં હરાવી ચૂકી છે.

virat kohli cricket news gujarati mid-day