વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની દોડમાંથી વિનેશ ફોગાટ થઈ બહાર

18 September, 2019 01:12 PM IST  |  કઝાકસ્તાન

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપની દોડમાંથી વિનેશ ફોગાટ થઈ બહાર

વિનેશ ફોગાટ

વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ચૅમ્પિયન બનવાની દોડમાંથી ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ બહાર થઈ ગઈ છે. તે જપાનની વર્તમાન ચૅમ્પિયન માયા મુકૈદા સામે ૭-૦થી હારી ગઈ હતી. તેણે સારી શરૂઆત કર્યા બાદ પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં તે હારી ગઈ છે. જોકે આ ચૅમ્પિયનશિપમાંથી બહાર થવા છતાં તેની પાસે ૨૦૨૦ ટોક્યો ઑલિમ્પિકમાં ક્વૉલિફાય થવાની એક તક છે. સામા પક્ષે નવીનને પણ ૧૩૦ કિલોગ્રામ વર્ગની મૅચમાં ઇસ્ટોનિયાના પ્લેયર હૈકી નબી સામે ૯-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલાઓની ૫૦ કિલોગ્રામની કૅટેગરીમાં સીમા, જ્યારે ૫૫ કિલોગ્રામની કૅટેગરીમાં લલિતાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

wrestling sports news