વેન્કટેશ પ્રસાદે ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ માટે અરજી કરી

02 August, 2019 12:38 PM IST  |  નવી દિલ્હી

વેન્કટેશ પ્રસાદે ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ માટે અરજી કરી

વેન્કટેશ પ્રસાદ

ટીમ ઇન્ડિયાના અલગ-અલગ કોચ માટે પસંદગીપ્રક્રિયા ચાલી રહી છે એમાં મુખ્ય કોચ સિવાય બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કોચની પણ પસંદગી થવાની છે. આવા સંજોગોમાં સમાચાર મળ્યા કે ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચના પદ માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેન્કટેશ પ્રસાદે પણ અરજી આપી છે. હાલમાં ભરત અરુણ ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ છે. આ પહેલાં પણ ટીમ ઇન્ડિયાના બોલિંગ-કોચ રહી ચૂકેલા વેન્કટેશ પ્રસાદની ભરત અરુણ સાથે તગડી સ્પર્ધા થવાની છે.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાને સ્ટીવન સ્મિથની સેન્ચુરીએ મુસીબતમાંથી ઉગાર્યું

વેન્કટેશ પ્રસાદે ૨૦૧૭માં મુખ્ય કોચના પદ માટે અરજી કરી હતી, પણ એ સમયે રવિ શાસ્ત્રીએ બાજી મારી લીધી હતી. પ્રસાદ હાલમાં ભારતીય જુનિયર ક્રિકેટ ટીમનો મુખ્ય પસંદગીકાર છે. વેન્કટેશ પ્રસાદ આ પહેલાં પણ ટીમ ઇન્ડિયાનો બોલિંગ-કોચ રહી ચૂક્યો છે. ૨૦૦૭માં એમ. એસ. ધોનીની કૅપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ જ્યારે આઇસીસી વિશ્વકપમાં જીત મેળવી હતી ત્યારે વેન્કટેશ પ્રસાદ જ ટીમ ઇન્ડિયાનો બોલિંગ-કોચ હતો. એ સિવાય વેન્કટેશ પ્રસાદ પાસે આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ, રૉયલ ચૅલેન્જર બૅન્ગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબના બોલિંગ-કોચ તરીકેનો અનુભવ છે.

cricket news sports news