અમે જેટલું વધારે રમીશું એટલા સારા પ્લેયર બનીશું: રાશિદ ખાન

26 September, 2019 02:15 PM IST  |  ઢાકા

અમે જેટલું વધારે રમીશું એટલા સારા પ્લેયર બનીશું: રાશિદ ખાન

રાશિદ ખાન

અફઘાનિસ્તાનના રાશિદ ખાનનું કહેવું છે કે તેઓ જેટલી વધુ મૅચ રમશે એટલા સારા પ્લેયર બનશે. ટ્રાઈ સિરીઝની ફાઇનલ મૅચમાં રિઝર્વ-ડે ન હોવાથી બંગલા દેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની ફાઇનલ મૅચ રદ કરવામાં આવતાં બન્ને ટીમ વચ્ચે ટ્રોફી શૅર કરવાનો વારો આવ્યો હતો. અફઘાનિસ્તાનની ટીમ છેલ્લા કેટલાક સમયથી સારું પર્ફોર્મ કરી રહી છે. ટીમની આગામી મૅચો વિશે વાત કરતાં રાશિદે કહ્યું હતું કે ‘સાત ઑક્ટોબરથી અમારી ડોમેસ્ટિક ટી૨૦ સ્પર્ધા શરૂ થઈ રહી છે અને પાંચ નવેમ્બરથી અમે વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ રમવાનું શરૂ કરીશું. ટૂંકમાં આવનારા દિવસોમાં અમે ઘણી ક્રિકેટ ગેમ રમવાના છીએ. અમે હંમેશાં ટ્રૅક પર હતા. વર્લ્ડ કપમાં પણ અમે ખૂબ જ અદ્ભુત પર્ફોર્મ કર્યું હતું. અમે પાંચ મૅચ છેલ્લી પાંચથી દસ ઓવરમાં હાર્યા હતા. અમે મૅચ બનાવી હતી, પરંતુ એને પૂરી નહોતા કરી શક્યા. જોકે એ બધુ એક્સપિરિયન્સ સાથે આવે છે. અમે જેટલું વધુ રમીશું એટલા સારા પ્લેયર્સ બનીશું.’

bangladesh afghanistan cricket news sports news