ગેમમાં આર્ચરની ઘણી અસર જોવા મળી : રૂટ

21 August, 2019 11:13 AM IST  |  લંડન

ગેમમાં આર્ચરની ઘણી અસર જોવા મળી : રૂટ

જો રૂટ

ટેસ્ટ મૅચમાં ડેબ્યુ કરનારા ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનાં વખાણ કરતાં તેનો કૅપ્ટન જો રૂટ થાકતો નથી. ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ઍશિઝ સિરીઝની બે ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયા ૧-૦થી આગળ છે. જોફ્રાના ટેલન્ટનાં લખાણ કરતાં રૂટનું કહેવું છે કે ‘તેણે આવીને મૅચને મોટા પ્રમાણમાં અસર પહોંચાડી હતી. તેની અલગ અને ડાયનામિક બોલિંગ સ્ટાઇલથી એક વખત ઑસ્ટ્રેલિયન ટીમ પણ‌ વિચાર કરતી થઈ ગઈ હતી. ટેસ્ટ મૅચમાં ડેબ્યુ કરનારો તેના જેવો ટેલન્ટેડ પ્લેયર ટીમમાં હોવો એ સારી વાત છે.’

વધુમાં જોફ્રાનાં વખાણ કરતાં તેણે ઉમેર્યું કે ‘છેલ્લી ત્રણ ગેમમાં તેનું પ્રદર્શન ખરેખર વખાણવા યોગ્ય હતું. પોતાની યુનિક સ્ટાઇલથી તેણે વિરોધી ટીમને હંફાવી નાખી. અઠવાડિયાની શરૂઆતમાં અમને સારો પ્રતિસાદ જોઈતો હતો પણ અમને ખુશી છે કે ગેમના ઍન્ડ સુધી પહોંચતાં અમે એ પ્રતિસાદ મેળવી શક્યા.’

બીજી ટેસ્ટ મૅચની સેકન્ડ ઇનિંગમાં સેન્ચુરી કરનારા બેન સ્ટોકે પણ જોફ્રાના ટેલન્ટનાં વખાણ કર્યાં હતાં. જોફ્રાએ વર્લ્ડ કપ ૨૦૧૯ દરમ્યાન પોતાની ખતરનાક બોલિંગ સ્ટાઇલથી ચાહકોનાં દિલ જીત્યાં હતાં.

આ પણ વાંચો : સ્ટીવ સ્મિથને તપાસનારા ડૉક્ટરોના સપોર્ટમાં આવ્યું ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ

ત્રીજી ઍશિઝમાં ઇંગ્લૅન્ડની ટીમમાં કોઈ ફેરફાર નહીં

ઍશિઝમાં રમાયેલી બીજી ટેસ્ટ મૅચ ડ્રૉ થયા બાદ ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ ૨૨ ઑગસ્ટથી શરૂ થશે. આ ત્રીજી ટેસ્ટ મૅચ માટે ઇંગ્લૅન્ડની ટીમમાં કોઈ ફેરફાર કરાયા નથી. જો રૂટની કૅપ્ટન્સીમાં થનારી આ ત્રીજી મૅચમાં નબળું પ્રદર્શન કરવા છતાં જેસન રૉય અને જૉ ડેન્લીને રમાડવામાં આવશે. વળી પહેલી ટેસ્ટ મૅચમાં માત્ર ચાર ઓવર નાખીને ઇન્જરીને કારણે બહાર જતો રહેલો જેમ્સ ઍન્ડરસન પણ આ મૅચમાં નહીં રમે. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રમાયેલી બે ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયા ૧-૦થી આગળ છે જ્યારે બીજી ટેસ્ટ મૅચ ડ્રૉ રહી હતી.

joe root cricket news sports news