તેન્ડુલકર, જાફર અને દ્રવિડની સલાહ મને કામ લાગી : જયસ્વાલ

10 February, 2020 05:03 PM IST  |  Mumbai Desk

તેન્ડુલકર, જાફર અને દ્રવિડની સલાહ મને કામ લાગી : જયસ્વાલ

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ગઈ કાલે ટીમ ઇન્ડિયા જલદી પૅવિલિયનભેગી થઈ ગઈ હતી. જોકે યશસ્વી જયસ્વાલે સૌથી વધારે ૮૮ રન કર્યા હતા. પોતાના પર્ફોર્મન્સ વિશે વાત કરતાં યશસ્વીએ કહ્યું કે મને તેન્ડુલકર, દ્રવિડ અને વસીમ જાફરે આપેલી સલાહ કામ લાગી.

આ મુદ્દે વિગતવાર વાત કરતાં જયસ્વાલે કહ્યું કે ‘સચિનસર અને વસીમસર મારા આદર્શ છે. સાઉથ આફ્રિકાની પિચ પર લાંબી ઇનિંગ કઈ રીતે રમવી એ વિશે મને વસીમસર સલાહ આપતા. ત્યાંની પિચ પર પેસ અને બાઉન્સ બૉલને કેવી રીતે રમવા એ વિશે તેઓ મને ટિપ્સ આપતા. સચિનસર પણ મને મહત્ત્વની સલાહ આપતા. તેઓ મને કહેતા કે દરેક બોલરનો નેક્સ્ટ બૉલ કેવો હશે એનો ક્લુ બોલર જ આપશે, મારે બસ એ ક્લુ સમજીને રમવાની જરૂર છે.’

આ ઉપરાંત યશસ્વીએ કહ્યું કે ‘દ્રવિડસરને પણ હું ઘણા સવાલ પૂછ્યા કરતો કે સખત પ્રેશરવાળી પરિસ્થિતિમાં મારે કેવી રીતે રમવું જોઈએ. એના જવાબમાં તેઓ મને સિમ્પલ ઍડવાઇઝ આપતા અને કહેતા કે જે પણ નેક્સ્ટ બૉલ આવે એના પર બરાબર ધ્યાન રાખવું.’

sports news sports cricket news