મિડ-ડે લેડીઝ ક્રિકેટની ૧૧મી સીઝનની ધમાકેદાર શરૂઆત

11 January, 2020 01:00 PM IST  |  Mumbai Desk

મિડ-ડે લેડીઝ ક્રિકેટની ૧૧મી સીઝનની ધમાકેદાર શરૂઆત

મિડ-ડે દ્વારા ઘાટકોપર જૉલી જિમખાનામાં આયોજિત નારીશક્તિનાં દર્શન કરાવનાર ત્રણ દિવસીય લેડીઝ ક્રિકેટની શાનદાર શરૂઆત ગઈ કાલે થઈ હતી. મહિલા ક્રિકેટના લાગલગાટ ૧૧મા વર્ષના ઉદ્ઘાટન સમારંભના આરંભમાં આંતરરાષ્ટ્રીય કોરિયોગ્રાફર અને ગરબાક્વીન તરીકે નવાજાયેલા ગોપી મહેતા અને તેમની ટીમે નૃત્ય રજૂ કર્યું હતું. 

આ પ્રસંગે મિડ-ડેના તંત્રી મયૂર જાનીએ પોતાના વક્તવ્યમાં મહિલા ક્રિકેટરોને વધામણાં આપતાં કહ્યું હતું કે ‘મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ઉત્સાહથી મહિલાઓ ભાગ લે છે એને કારણે અમે વર્ષાનુવર્ષ આ ક્રિકેટનું આયોજન કરી શકીએ છીએ. આજની આ ઇવેન્ટ માટે બધા સ્પૉન્સર્સ અને જૉલી જિમખાનાનાનો પણ મિડ-ડે તરફથી  હું  ખૂબ આભારી છું.’
જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહે આ પ્રસંગે મહિલાઓનાં વખાણ કરતાં  કહ્યું કે મિડ-ડે દ્વારા આયોજિત મહિલા ક્રિકેટમાં તો આ ૧૧મા વર્ષે પણ મહિલાઓની સંખ્યામાં  નિરંતર વધારો થઈ રહ્યો છે. મને ખાતરી છે કે એ સમય હવે દૂર નથી જ્યારે પુરુષ મહિલાની બરાબરી કરવા ઇચ્છશે તોયે તેઓ ક્યારેય તેમની તુલનામાં આવી નહીં શકે.
એ સમયે ઉપસ્થિત ઇવેન્ટના ટાઇટલ સ્પૉન્સર આત્મીય પ્રૉપર્ટીઝના ફાઉન્ડર અને સીઈઓ અંકિત જોષી અને પ્રાઇમ વિસ્ટાના પાર્ટનર  પ્રતીશ, પાવર સ્પૉન્સર ક્રેડાઈ એમસીએચઆઇ થાણે યુનિટના વાઇસ પ્રેસિડેન્ટ જિતેન્દ્ર મહેતા, અસોસિયેટ સ્પૉન્સર કિડઝેનિયાનાં માર્કેટિંગ અસિસ્ટન્ટ મૅનેજર 
અપૂર્બા મંડાલ, સ્ટાઇલ  પાર્ટનર ફોકસ જીન્સના યોગેશ કુરુબા, નીલેશ સોમૈયા અને જયેશ શાહ, ફૂડ-પાર્ટનર જૈન સાગર કેટરર્સના દર્શન
દોશી, પ્રાઇઝ સ્પૉન્સર્સ સિક્સર સુપ્રીમોના ઓનર કેતન શેઠ નું મિડ-ડે તરફથી ક્રિકેટની યાદગીરીરૂપે એક બૅટ ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટના એસોસિયેટ સ્પૉન્સર્સમાં મૅજિક મિરર, સોની પ્લાસ્ટિક્સ, શ્રીનાથ ગ્રુપ તથા ટ્રોફી સ્પૉન્સરમાં ક્રીએટિવ અવૉર્ડ્સ ઍન્ડ રિવૉર્ડ્સનો સમાવેશ થાય છે.
મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્ત્રીઓનો ઉત્સાહ અને જોશ વધારવા હાજર સ્પૉન્સર્સના હસ્તે મોટી ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઝળહળતા કપને સામે મૂકતાં જ મહિલા ક્રિકેટરોની આંખો એના પર સ્થિર થઈ ગઈ હતી. આ  ટ્રોફી કઈ ટીમના નસીબમાં હશે અને કોણ વિજેતા તરીકે એની હકદાર ટીમ બનશે એનો નિર્ણય રવિવારે એટલે કે ૧૨ જાન્યુઆરીએ થશે.
આ સમયે જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ સાથે પ્રવીણ પારેખ, બલવંત સંઘરાજકા, નલિન મહેતા તથા ક્રિકેટ-ઇન્ચાર્જ નિશિથ ગોળવાલાને પણ સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. 
મિડ-ડેના તંત્રી મયૂર જાની, અસિસ્ટન્ટ એડિટર બાદલ પંડ્યા, મિડ-ડેના બિઝનેસ હેડ મુકેશ શર્મા, સર્ક્યુલેશન હેડ પ્રવીણ નાણાવટીએ હાજર રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. 
સૌ અતિથિઓએ રંગબેરંગી ફુગ્ગા આકાશમાં એકસાથે ઉડાડીને ક્રિકેટમાં મહિલાઓ ગગનચુંબી સફળતા મેળવે એવી શુભકામના આપી હતી.

‘મિડ-ડે’ લેડીઝ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગઈ કાલે ઉદ્ઘાટન કરતા આયોજકો અને સ્પૉન્સર્સ. (ડાબેથી) કિડઝેનિયાનાં માર્કેટિંગ અસિસ્ટન્ટ મૅનેજર અપૂર્બા મંડાલ, જૈન સાગર કેટરર્સના દર્શન દોશી, સિક્સર ક્રિકેટ બ્રૅન્ડના સર્વેસર્વા કેતન શેઠ, પ્રાઇમ વિસ્ટાના પાર્ટનર  પ્રતીશ, આત્મીય પ્રૉપર્ટીઝના ફાઉન્ડર અને સીઈઓ અંકિત જોષી, મિડ-ડેના બિઝનેસ હેડ મુકેશ શર્મા, ક્રેડાઈ એમસીએચઆઇ થાણે યુનિટનાવાઇસ પ્રેસિડેન્ટ જિતેન્દ્ર મહેતા, ‘મિડ-ડે’ના તંત્રી મયૂર જાની, જૉલી જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, ‘મિડ-ડે’ના સર્ક્યુલેશન હેડ પ્રતીક નાણાવટી, ફોકસ જીન્સના નીલેશ સોમૈયા, યોગેશ કુરુબા અને જયેશ શાહ,
‘મિડ-ડે’ના અસિસ્ટન્ટ એડિટર બાદલ પંડ્યા, જૉલી જિમખાનાના ટ્રસ્ટી પ્રવીણ પારેખ, ક્રિકેટ સબ-કમિટી ઇન્ચાર્જ નિશિથ ગોળવાલા, ટ્રેઝરર નલિન મહેતા, ટ્રસ્ટી ટ્રેઝરર બલવંત સંઘરાજકા અને મૅનેજિંગ કમિટી મેમ્બર સંજય રૂપાણી.

કોણ-કોણ જીત્યું ગઈ કાલે?

મૅચ-૧
કચ્છી કડવા પાટીદાર (પાંચ ઓવરમાં વિના વિકેટ ૯૯ રન)નો માહ્યાવંશી (સંકલન યુનાઇટેડ-અંધેરી) (પાંચ ઓવરમાં એક વિકેટે ૩૭ રન) સામે ૬૨ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ : ચેતના પાંચાણી (૧૯ બૉલમાં ૩ સિક્સર અને ૧૦ ફોર સાથે અણનમ ૬૨ રન, એક વિકેટ અને એક કૅચ)
‍મૅચ-૨
પિન્ક પૅન્થર્સ (પાંચ ઓવરમાં એક વિકેટે ૬૨ રન)નો
કચ્છ-વાગડ લેઉવા પાટીદાર (પાંચ ઓવરમાં એક વિકેટે ૫૬ રન) સામે ૬ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ : હેતલ ગાલા (૧૫ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૫ રન)
મૅચ-૩
કૂલ ક્રૅકર્સ (પાંચ ઓવરમાં એક વિકેટે ૩૪ રન) સામે ટ્રાન્સફૉર્મ KVO (૨.૧ ઓવરમાં એક વિકેટે ૩૭ રન)નો ૬ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ: રુતુ શાહ (૭ બૉલમાં બે સિક્સર
અને બે ફોર સાથે અણનમ ૨૬ રન)
મૅચ-૪
જૉલી ફ્રેન્ડ્સ (પાંચ ઓવરમાં બે વિકેટે ૭૨ રન)નો ડેઝલર્સ (પાંચ ઓવરમાં બે વિકેટે ૨૯ રન) સામે ૪૨ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ : કેતકી ધુરે (૧૫ બૉલમાં ૩ સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૪૨ રન)
મૅચ-૫
ફૅથફુલ ફાઇટર્સ (પાંચ ઓવરમાં એક વિકેટે ૬૨ રન) સામે VSC ક્લાસિક ક્રિકેટર્સ (પાંચ ઓવરમાં બે વિકેટે ૬૨ રન)નો પાંચ
વિકેટે વિજય. વુમન ઑફ ધ મૅચ : સ્નેહા ગાંધી (૧૪ બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોર સાથે અણનમ ૨૭ રન)
મૅચ-૬
કપોળ સ્પોર્ટ્સ ગ્રુપ (પાંચ ઓવરમાં વિના વિકેટ ૬૧ રન) અને જ્વેલ ક્વીન્સ (પાંચ ઓવરમાં વિના વિકેટે ૬૧ રન) વચ્ચેની મૅચ ટાઈ થઈ હતી. એક પણ વિકેટ ન ગુમાવીને બન્ને ટીમ વિકેટના મામલે પણ એકસરખી હોવાથી આખરે ટૉસના આધારે થયેલા વિજેતાના નિર્ણયમાં જ્વેલ ક્વીન્સ નસીબદાર રહી હતી અને વિજેતા જાહેર થઈ હતી. વુમન ઑફ ધ મૅચ : રિદ્ધિ કામદાર (૧૨ બૉલમાં એક સિક્સર અને બે ફોર સાથે અણનમ ૨૩ રન)

cricket news sports sports news