બ્રૅડમૅન સાથે સરખામણી થઈ રહી છે સ્ટીવન સ્મિથની

14 August, 2019 02:10 PM IST  |  લંડન

બ્રૅડમૅન સાથે સરખામણી થઈ રહી છે સ્ટીવન સ્મિથની

સ્ટીવન સ્મિથ

ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથે ઇંગ્લૅન્ડના પ્લેયરોને હેરાન કરી મૂક્યા હતા. બન્ને ઇનિંગમાં સેન્ચુરી ફટકાર્યા બાદ ચહુઓર તેની વાહવાહી કરવામાં આવી રહી છે. ડૉન બ્રૅડમૅન પછી બીજો એવો પ્લેયર બન્યો છે જેણે ટેસ્ટ મૅચની બન્ને ઇનિંગમાં સેન્ચુરી લગાવી હોય. તેની આ સેન્ચુરીને કારણે તેની બ્રૅડમૅન સાથે સરખામણી કરવામાં આવી રહી છે.m

આંકડા પ્રમાણે નજર કરીએ તો ડૉન બ્રૅડમૅનની ટેસ્ટ મૅચની બૅટિંગ ઍવરેજ ૯૯.૯૪ છે જેના માટે તેમણે ૨૦ ઇનિંગ રમી હતી. જોકે આ યાદીમાં બીજા ક્રમાંકે સ્મિથનું નામ આવે છે જેની ટેસ્ટ મૅચમાં બૅટિંગ ઍવરેજ ૬૨.૯૬ છે. બ્રૅડમૅને પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ ૧૯૪૮માં રમી હતી અને ૧૯૪૬માં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મૅચમાં તેમણે ૧૮૭ અને ૨૩૪ રનની પારી રમી હતી.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટ મૅચ હારી જતાં લૉર્ડ્સમાં લાજ બચાવવી પડશે ઇંગ્લૅન્ડે

સામા પક્ષે સ્મિથે પોતાના કરીઅરમાં એક વર્ષનો બૅન ભોગવવો પડ્યો હતો જ્યારે બ્રૅડમૅનને પણ‌ પોતાના ક્રિકેટ કરીઅરમાં કેટલોક અવકાશ લેવો પડ્યો હતો જે બીજા વિશ્વ યુદ્ધને પરિણામે હતો.

steve smith don bradman australia england sports news cricket news