ટીમ ઈન્ડિયા થઈ માલામાલ

14 February, 2019 03:33 PM IST  | 

ટીમ ઈન્ડિયા થઈ માલામાલ

BCCIએ કરી ઈનામની જાહેરાત

ભારતીય ક્રિકેટ ર્બોડે ગઈ કાલે ઑસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ-સિરીઝ જીતવા બદલ પ્લેઇંગ ઇલેવનમાં રમનાર દરેક ખેલાડીને મૅચદીઠ ૧૫-૧૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ભારતની ક્રિકેટ-ટીમે ૪ ટેસ્ટની બૉર્ડર-ગાવસકર સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર પહેલી વખત હરાવી હતી. ર્બોડે રિઝર્વ ખેલાડીઓ અને સર્પોટ સ્ટાફના સભ્યો માટે પણ ઇનામ જાહેર કર્યું હતું. ર્બોડે એક પ્રેસ-રિલીઝમાં કહ્યું હતું કે ‘પ્લેઇંગ ઇલેવનમાં રમેલા દરેક ખેલાડીને મૅચદીઠ ૧૫ લાખ અને રિઝર્વ ખેલાડીઓને ૭.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. દરેક કોચને ૨૫ લાખ અને નૉન-કોચિંગ સ્ટાફ (જેમકે વિડિયો ઍનૅલિસ્ટ વગેરે)ને તેમની પ્રોફેશનલ ફી જેટલું જ બોનસ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ મારી કરિઅરની આ સૌથી મોટી સિદ્ધિઃકોહલી

team india cricket news sports news board of control for cricket in india border-gavaskar trophy