NZ vs SL: બોલ્ટનો ડ્રીમ સ્પેલ, 15 બોલમાં લીધી છ વિકેટ

14 February, 2019 02:15 PM IST  | 

NZ vs SL: બોલ્ટનો ડ્રીમ સ્પેલ, 15 બોલમાં લીધી છ વિકેટ

ટ્રેન્ટ બોલ્ટે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કમાલ કરી છે. ટેસ્ટ મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે એવું કામ કર્યું જે આજ સુધી વિશ્વનો એક પણ ફાસ્ટ બોલર નથી કરી શક્યો.

બોસ્ટે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે 6 વિકેટ ઝડપીને શ્રીલંકાને માત્ર 104 રનમાં ઓલ આઉટ કરી નાખ્યું. પહેલા દિવસના અંતે શ્રીલંકાનો સ્કોર 4 વિકેટે 88 રન હતો. અને બીજા દિવસે શ્રીલંકા માત્ર 104ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. એટલે કે માત્ર 16 રનમા જ શ્રીલંકાએ 6 વિકેટ ગુમાવી દીધી.

બીજી ટેસ્ટના બીજા દિવસે તમામ વિકેટ બોલ્ટે જ ઝડપી. ટ્રેન્ટ બોલ્ટે શ્રીલંકાની છ વિકેટ ઝડપી જેમાંથી પાંચ વિકેટ એટલા ઓછા બોલમાં લીધી કે તેમના નામે વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. બોલ્ટે 36.4 ઓવરથી 40.2 ઓવરની વચ્ચે 11 બોલમાં 5 વિકેલ લઈને ઈતિહાસ રચી નાખ્યો.

બોલ્ટની બોલિંગ એટલી ખતરનાક હતી કે શ્રીલંકાના છેલ્લા ચાર બેટ્સમેન ખાતું પણ ન ખોલી શક્યા. આ પહેલા ન્યૂઝીલેન્ડ 178 રનમાં ઓલ આઉટ થયું હતું. જેમાં શ્રીલંકા તરફથી સુરંગા લકમલે 5 વિકેટ લીધી હતી.

 

cricket news new zealand sri lanka test cricket sports news