T20માં 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો સુરેશ રૈના

27 February, 2019 10:45 AM IST  | 

T20માં 8000 રન બનાવનાર પ્રથમ ભારતીય બૅટ્સમૅન બન્યો સુરેશ રૈના

સુરેશ રૈના

ટીમ ઇન્ડિયામાંથી બહાર સુરેશ રૈનાએ હાલમાં ચાલી રહેલી સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં ઉત્તર પ્રદેશ વતી રમતાં કમાલ કરી હતી. પૉન્ડિચેરી સામેની મૅચમાં રૈનાએ જ્યારે ૧૨મો રન બનાવ્યો ત્યારે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફૉર્મેટમાં 8000 રન પૂરા કરી લીધા હતા. આવી કમાલ કરનાર તે પહેલો ભારતીય બૅટ્સમૅન બન્યો હતો. રૈના બાદ ૭૮૩૩ રન સાથે વિરાટ કોહલી બીજા નંબરે છે. ઓવરઑલ તે 8000 હજાર રન પૂરા કરનાર ક્રિસ ગેઇલ, બ્રૅન્ડન મૅક્લમ, કિરૉન પૉલાર્ડ, શોએબ મલ્લિક, ડૅવિડ વૉર્નર બાદ છઠ્ઠો ખેલાડી બની ગયો હતો.

આ પણ વાંચો : IND VS AUS: સિરીઝ બચાવવા ભારતીય ટીમ પાસે છેલ્લો મોકો

પૉન્ડિચેરી સામેની આ મૅચ રૈનાની ૩૦૦મી મૅચ હતી. આ સાથે તે ૩૦૦ મૅચનો આંકડો પાર કરનાર મહેન્દ્ર સિંહ ધોની બાદ બીજો ભારતીય ખેલાડી બન્યો હતો.

suresh raina sports news cricket news t20