બુમરાહના સ્ટ્રેસ ફ્રૅક્ચર અને બોલિંગ ઍક્શનને કોઈ લેવા-દેવા નથી : નેહરા

30 September, 2019 02:09 PM IST  |  નવી દિલ્હી

બુમરાહના સ્ટ્રેસ ફ્રૅક્ચર અને બોલિંગ ઍક્શનને કોઈ લેવા-દેવા નથી : નેહરા

આશિષ નેહરા

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર આશિષ નેહરાને પોતાના સમયમાં અનેક ઇન્જરી સહન કરવાનો વારો આવ્યો હતો. તાજેતરમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને થયેલા સ્ટ્રેસ ફ્રૅક્ચર વિશે ભૂતપૂર્વ બોલર આશિષ નેહરાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. 

બુમરાહની બોલિંગ-ઍક્શન અને ફ્રૅક્ચરની વાત કરતાં આશિષ નેહરાએ કહ્યું હતું કે ‘આપણે સૌથી પહેલાં એ ક્લિયર કરી લેવું જોઈએ કે સ્ટ્રેસ ફ્રૅક્ચર અને બોલિંગ-ઍક્શન એ બન્ને અલગ બાબત છે. બુમરાહને પોતાની બોલિંગ-ઍક્શન બદલવાની જરૂર નથી અને જો તે ઍક્શન બદલશે તો એ સારું પણ નથી. મને આશા છે કે રેસ્ટ કર્યા બાદ તે ફરીથી પોતાની અનોખી બોલિંગ-સ્ટાઈલ અને સ્પીડ સાથે મેદાનમાં આવશે.’

વધુમાં બુમરાહ વિશે વાત કરતાં નેહરાએ કહ્યું હતું કે ‘સ્ટ્રેસ ફ્રૅક્ચર માટે કોઈ ટાઇમ-ફ્રેમ નથી. બુમરાહને હમણાં બે મહિના સારું લાગે અને પછી ૬ મહિના સારું ન પણ લાગે. એ સપૂર્ણપણે તેની બૉડી પર આધાર રાખે છે અને એ વાત તે જ જાણી શકે છે. આ ઈજા અન્ય ઈજાની જેમ નથી. સ્ટ્રેસ ફ્રૅક્ચરની કોઈ દવા નથી, એમાં વધારે આરામ કરવો પડે છે. આ ફ્રૅક્ચરની જાણ કરોડરજ્જુને સ્કૅનિંગથી થાય છે, એને માટે એમઆરઆઇની જરૂર નથી હોતી. હાલના સમયમાં બુમરાહ સામે તેની આખી કરીઅર છે. તે જેટલી વધારે ગેમ રમશે એટલો તે શ્રેષ્ઠ પ્લેયર બની શકશે.’

આ પણ વાંચો : યુજવેંદ્ર ચહલે ખોલ્યા ડ્રેસિંગ રૂમના ભેદ, ધોની અને વિરાટ વિશે કહી આ વાત

બુમરાહને લોઅર બૅકમાં સ્ટ્રેસ ફ્રૅક્ચર થવાને લીધે સાઉથ આફ્રિકા અને બંગલા દેશ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. રિકવરી માટે તેને બે મહિના લાગી શકે છે.

ashish nehra jasprit bumrah cricket news sports news