સેકન્ડ ઇનિંગ્સમાં પણ સ્મિથ બન્યો તારણહાર

08 September, 2019 11:27 AM IST  |  મૅન્ચેસ્ટર

સેકન્ડ ઇનિંગ્સમાં પણ સ્મિથ બન્યો તારણહાર

સ્મિથ

ઇંગ્લૅન્ડને ૩૦૧ રનમાં ઑલઆઉટ કર્યા પછી ઑસ્ટ્રેલિયાની ટીમે ૪૨.૫ ઓવરમાં ૬ વિકેટે ૧૮૬ રન બનાવીને ૩૮૨ રનની લીડ લીધી છે. ૧૮૬ રન બનાવીને ઑસ્ટ્રેલિયાએ દાવ ડિક્લેર કર્યો છે. ચોથી ઍશિઝ ટેસ્ટના ચોથા દિવસે ૪૪ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધા પછી સ્ટીવન સ્મિથે મેથ્યુ વેડ સાથે સંભાળીને બૅટિંગ કરી હતી. સ્મિથે ૮૨ અને વેડે ૩૪ રન બનાવ્યા હતા જ્યારે જોફ્રા આર્ચરે ૩ વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : BCCI એ દિનેશ કાર્તિકને શો કોઝ નોટિસ ફટકારી

આ પહેલાં ઇંગ્લૅન્ડનાં કીમતી રત્નો બેન સ્ટોક્સ (૨૬) અને જોસ બટલર (૪૧) લાંબી ઇનિંગ ન રમી શકતાં તેની ટીમ બીજા સેશનમાં ૧૦૭ ઓવરમાં ૩૦૧ રને આઉટ થઈ હતી. ઑસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઇનિંગમાં ૮ વિકેટે ૪૯૭ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. પહેલી ઇનિંગની જેમ બીજી ઇનિંગમાં પણ સ્મિથ ઑસ્ટ્રેલિયા માટે તારણહાર બન્યો છે.

steve smith cricket news sports news australia england