ઈજાને કારણે વર્લ્ડ કપમાં નહીં રમે સ્મિથ?

14 January, 2019 11:53 AM IST  | 

ઈજાને કારણે વર્લ્ડ કપમાં નહીં રમે સ્મિથ?

સમસ્યાનો પાર નહીં : બંગલા દેશ પ્રીમિયર લીગ દરમ્યાન સ્ટીવન સ્મિથ.

કોણીમાં થયેલી ઈજાને કારણે ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવન સ્મિથ IPL, વર્લ્ડ કપ અને ઍશિઝમાં પણ નહીં રમી શકે. બંગલા દેશ પ્રીમિયર લીગ દરમ્યાન તેને કોણીમાં ઈજા થઈ હતી જેની સર્જરી કરવામાં આવશે. ડૉક્ટરોએ તેને છ સપ્તાહનો આરામ કરવાની સલાહ આપી છે, પરંતુ આવી ઈજાઓ બાદ ઓછાંમાં ઓછાં ૧૨ સપ્તાહનો આરામ અનિવાર્ય છે એવું ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનાં સૂત્રોએ જણાવ્યું છે. પરિણામે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને IPLમાં તેની ઉપલબ્ધતા અને વર્લ્ડ કપ માટેની તૈયારીઓની ચિંતા સતાવી રહી છે.

ઈજાગ્રસ્ત કોણી સાથે સ્મિથ શનિવારે ઑસ્ટ્રેલિયા પરત ફર્યો હતો જેની કોણીની ઈજાની સર્જરી કરવામાં આવશે. આવી સર્જરી બાદ રિકવરીમાં ઘણી વાર થાય છે. પરિણામે સ્મિથ એપ્રિલના બીજા સપ્તાહ સુધી સ્પર્ધાત્મક ક્રિકેટ નહીં રમી શકે. બીજી તરફ ઑસ્ટ્રેલિયાએ ૨૩ એપ્રિલ સુધીમાં પોતાની ટીમના ખેલાડીઓનાં નામ વર્લ્ડ કપના આયોજકોને મોકલવાનાં છે. ૨૦૧૫માં માઇકલ ક્લાર્ક જેવી જ સ્થિતિ સ્મિથ માટે પણ ઊભી થઈ છે. વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા પોતાની પહેલી મૅચ પહેલી જૂનના રોજ અફઘાનિસ્તાન સામે રમશે.

આ પણ વાંચો : રાયુડુની બોલિંગ-ઍક્શન શંકાસ્પદ

સ્મિથ અને ડેવિડ વૉર્નરને IPLમાં રમાડવા કે નહીં એ મામલે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અïવઢવમાં હતું, પરંતુ સ્મિથની ઈજાને કારણે સ્થિતિ બગડી ગઈ છે. ક્રિકેટ બોર્ડે ત્ભ્ન્ની ટીમ રાજસ્થાન રૉયલ્સ સાથે પણ સ્મિથની ઉપલબ્ધતાને લઈને વાતચીત કરી હતી. અગાઉ ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને IPLમાંથી ઝડપથી પાછા બોલાવવાનું નક્કી કર્યું હતું જેથી ખેલાડીઓને ન્યુ ઝીલૅન્ડ ઇલેવન સામે પ્રૅક્ટિસ મૅચ રમાડી શકાય, પરંતુ ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓ સંપૂર્ણ IPL રમવાના છે. અગાઉ સચિન તેન્ડુલકરને પણ આ જ પ્રકારની ઈજા થઈ હતી જેમાં સર્જરી બાદ સાજા થવામાં તેણે ઘણા મહિનાઓ સુધી આરામ કરવો પડ્યો હતો.

steve smith sports news cricket news