સુરક્ષિતપણે સિરીઝ રમી શકે છે શ્રીલંકા : પીસીબી

11 September, 2019 01:38 PM IST  |  કરાચી

સુરક્ષિતપણે સિરીઝ રમી શકે છે શ્રીલંકા : પીસીબી

પીસીબી

આમ તો છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્તાનની ધરતી પર એની અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ નથી રમાઈ અને હવે ૨૫ સપ્ટેમ્બરથી આ બન્ને ટીમો પાકિસ્તાનમાં વન-ડે અને ટી૨૦ સિરીઝ રમે કે નહીં એ એક સવાલ છે. આ વાતમાં મહત્વનો મુદ્દો એમ છે કે મોટા ભાગના શ્રીલંકન પ્લેયરોએ પાકિસ્તાનમાં સિરીઝ રમવાની ના પાડી દીધી છે. ૨૦૦૯માં પાકિસ્તાન ગયેલી શ્રીલંકન ક્રિકેટ ટીમ પર અટૅક કરવામાં આવ્યો હતો જેના કારણે તેઓ જવાની ના પાડી રહ્યા છે. સામા પક્ષે શ્રીલંકન ક્રિકેટ બોર્ડ પણ તેના પ્લેયરોની વહારે આવ્યું છે અને તેમને પાકિસ્તાન ટૂર પર જવું કે ન જવું એ વિશેનો નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપી છે. જોકે શ્રીલંકાના તમામ વિચારોને પડકારતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ‘અમે શ્રીલંકન ક્રિકેટ બોર્ડની પરિસ્થિતિ સમજી શકીએ છીએ કે શા માટે એ પોતાના પ્લેયરોને રમવા માટે દબાણ નથી કરી રહ્યું. જોકે આ ટૂર પાકિસ્તાન માટે ઘણું મહત્વ ધરાવે છે.’

આ પણ વાંચો : શ્રીલંકન પ્લેયરોને પાકિસ્તાન ન જવા ધમકાવે છે ભારત

શ્રીલંકા વતી નિરોશન ડિકવેલા, કુસાલ પરેરા, ધનંજય ડિસલ્વા, થિસારા પરેરા, અકિલા ધનંજય, લસીથ મલિન્ગા, ઍન્જેલો મૅથ્યુ, સુરંગા લકમલ, દિનેશ ચંડીમલ અને દિમુથ કરુણારત્ને જેવા મોટા પ્લેયરોએ પાકિસ્તાન જવા માટે નાકારો કર્યો છે. ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં ઈજાગ્રસ્ત થવાને કારણે કુસલ મેન્ડીઝ સિલેક્શન માટે હાજર નથી.

pakistan sri lanka cricket news sports news