ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાની હાલત કફોડી

20 January, 2020 12:42 PM IST  |  Mumbai Desk

ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાની હાલત કફોડી

સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચના ચોથા દિવસે સાઉથ આફ્રિકાની હાલત કફોડી થઈ છે. પહેલી ઇનિંગમાં માત્ર ૨૦૯ રને ટીમ ઑલઆઉટ થતાં બીજી ઇનિંગમાં તે ચોથા દિવસે ૬૨ ઓવરમાં ૧૦૨ રન કરી શકી હતી. મૅચના ત્રીજા દિવસે વરસાદે વિઘ્ન નાખતાં મૅચ થોડા સમય માટે ખોરવાઈ હતી.

સાઉથ આફ્રિકાની પહેલી ઇનિંગમાં એકમાત્ર ક્વિન્ટન ડી કૉક ૬૩ રનની પારી રમ્યો હતો. તેના સિવાય ટીમનો એક પણ પ્લેયર હાફ સેન્ચુરીના આંકડા સુધી પહોંચી નહોતો શક્યો. ડોમિનિક બીસે સૌથી વધારે પાંચ વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગમાં ૨૫૦ રનનો આંકડો પણ પાર ન કરી શકનાર સાઉથ આફ્રિકન ટીમ ફૉલોઑનમાં રમવા ઊતરી હતી. ચોથા દિવસના અંતે સાઉથ આફ્રિકાએ ૬ વિકેટ ગુમાવી ૧૦૨ રન બનાવ્યા હતા.

sports news sports cricket news south africa england