ઇસુરુ ઉડાનાએ બનાવ્યા નવમા ક્રમે આવીને 78 રન

15 March, 2019 12:42 PM IST  | 

ઇસુરુ ઉડાનાએ બનાવ્યા નવમા ક્રમે આવીને 78 રન

કમાલની ઇનિંગ્સ : નવમા ક્રમાંકે ૭૮ રન બનાવનાર શ્રીલંકાનો ઇસુરુ ઉડાના.

પોર્ટ એલિઝાબેથ શહેરના સેન્ટ જ્ર્યોજ પાર્ક ગ્રાઉન્ડમાં વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડી કૉકના ૫૧ અને કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીના ૪૩ રનની મદદથી સાઉથ આફ્રિકાએ શ્રીલંકા સામે પાંચ વન-ડે સિરીઝની ચોથી મૅચ ૬ વિકેટથી જીતી લીધી હતી. ટૉસ જીતીને આફ્રિકાના કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફક્ત ત્રીજી વન-ડે રમી રહેલા એãન્રચ ર્નોટજેની હાઇએસ્ટ ૩ વિકેટ સહિત દરેક આફ્રિકન બોલરોએ શ્રીલંકાને ૩૯.૨ ઓવરમાં ૧૮૯ રનમાં ઑલઆઉટ કર્યું હતું. પ્રવાસી ટીમે નવમી વિકેટ ૧૩૧ના સ્કોરે ગુમાવ્યા પછી ઇસુરુ ઉડાના અને નંબર ૧૧ કાસુન રજીથાએ ૧૦મી વિકેટ માટે ૫૮ રન ઉમેરીને સ્કોર ૧૮૯ સુધી પહોંચાડ્યો હતો. રજીથાએ આ પાર્ટનરશિપમાં એકેય રન બનાવ્યા વિના ૯ બૉલનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાની વિકેટ બચાવી હતી. પ્લેયર ઑફ ધ મૅચ ઇસુરુના ૫૭ બૉલમાં ૭૮ રનની ઇનિંગ્સમાં ૭ ફોર અને ૪ સિક્સર સામેલ હતા.

આ પણ વાંચો : ધોનીના મહત્વને ક્યારેય ઓછું ન આંકવું : ક્લાર્ક

ક્વિન્ટન ડી કૉક અને ફૅફ ડુ પ્લેસી ઉપરાંત એઇડન માર્કરમે ૨૯ અને જીન-પૉલ ડુમિનીએ ૨૧ બૉલમાં નૉટઆઉટ ૩૧ રન બનાવીને ૩૨.૪ ઓવરમાં સરળ જીત અપાવી હતી. છેલ્લી વન-ડે કેપટાઉન શહેરના ન્યુ લૅન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.

cricket news sports news sri lanka australia