નવા વર્ષે ઍલિસ્ટર કુકને સરના ખિતાબથી નવાજવામાં આવશે

14 February, 2019 02:45 PM IST  | 

નવા વર્ષે ઍલિસ્ટર કુકને સરના ખિતાબથી નવાજવામાં આવશે

ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન ઍલિસ્ટર કુક

ઇંગ્લૅન્ડના ક્રિકેટ-ઇતિહાસના ઑલ-ટાઇમ હાઇએસ્ટ રન-સ્કોરર ઍલિસ્ટર કુકને નવા વર્ષે ક્વીનના હાથેથી પ્રતિષ્ઠિત નાઇટહૂડની ઉપાધિ ‘સર’નો ખિતાબ મળવાની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લૅન્ડના ૩૪ વર્ષના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલિસ્ટર કુક આ ખિતાબ મેળવનારો ૨૦૦૭ પછી પહેલો અને ઓવરઑલ ૧૧મો ઇંગ્લૅન્ડ ક્રિકેટર બનશે. છેલ્લે ૨૦૦૭માં ઇંગ્લૅન્ડના મહાન ઑલરાઉન્ડર સર ઇયાન બોથમને આ પ્રતિષ્ઠિત ખિતાબ મળ્યો હતો.

ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ચૅરમૅન કોલિન ગ્રેવ્સે કહ્યું કે ‘તેણે આ ખિતાબ મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો છે. અમને કુક જેવા મહાન ખેલાડી અમારી પાસે હોવા બદલ ગર્વ છે. તેણે ટીમ માટે અસાધારણ યોગદાન આપ્યું છે.’

ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ટોમ હેરિસને આ નિર્ણયનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘સ્પોર્ટિંગ રોલ મૉડલ કેવો હોવો જોઈએ એની વ્યખ્યા કુક પોતે છે. કુક દરેક ખેલાડી માટે પ્રેરણાસ્રોત છે. સંપૂર્ણ કરીઅર દરમ્યાન તે એક ઉદાહરણ બનીને રમ્યો છે. તે નિડર ખેલાડી, બેસ્ટ ઓપનર અને સફળ કૅપ્ટન છે.’

કુકે ૨૦૦૬માં નાગપુર ટેસ્ટમાં ભારત સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું. તેણે ઇંગ્લૅન્ડની ૫૯ ટેસ્ટમાં કૅપ્ટન્સી કરી છે જેમાં ૨૪ ટેસ્ટ જીતી હતી. તે કુલ ૧૬૦ ટેસ્ટમાં રાષ્ટ્ર તરફથી રમ્યો છે.

alastair cook cricket news sports news england