શાકિબ-અલ-હસન ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી આઉટ

10 February, 2019 11:00 AM IST  | 

શાકિબ-અલ-હસન ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી આઉટ

શાકિબ-અલ-હસન

બંગલા દેશના ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનને ડાબા હાથની આંગળીમાં ફ્રૅક્ચર થતાં ન્યુ ઝીલૅન્ડ સામે બુધવારથી નેપિયરમાં શરૂ થનારી ૩ વન-ડેની સિરીઝમાં નહીં રમી શકે. બંગલા દેશ પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝનની ફાઇનલમાં બૅટિંગ કરતી વખતે થિસારા પરેરાનો બૉલ વાગતાં ડાબા હાથની રિન્ગ ફિન્ગરમાં ફ્રૅક્ચર થયું હતું. બંગલા દેશ ક્રિકેટ બોર્ડના સિનિયર ફિઝિશ્યને મીડિયાને કહ્યું હતું કે ‘મૅચ પછી એક્સ-રે કાઢવામાં આવ્યો હતો અને એમાં કન્ફર્મ થયું છે કે તેના ડાબા હાથની રિન્ગ ફિન્ગરમાં ફ્રૅક્ચર થયું છે. એથી તે ૩ અઠવાડિયાં સુધી નહીં રમી શકે.’

૩૧ વર્ષનો આ ઑલરાઉન્ડર બુધવારથી નેપિયરમાં શરૂ થનારી ૩ વન-ડેની સિરીઝમાં ભાગ નહીં લઈ શકે. ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થનારી પહેલી ટેસ્ટમાં રમવાની શક્યતા ઘણી ઓછી છે. વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તે જલદીથી ઈજામુક્ત થાય એ ખૂબ જરૂરી છે. શાકિબને ગયા સપ્ટેમ્બરમાં આંગળીમાં ઈજા થઈ હતી જેને કારણે તે ભારત સામેની એશિયા કપની ફાઇનલ મૅચમાં નહોતો રમી શક્યો.

cricket news sports news bangladesh new zealand