બંગલા દેશને મોટો ઝટકો: કૅપ્ટન શાકિબ-અલ-હસન પર થશે કાનૂની કાર્યવાહી

27 October, 2019 12:08 PM IST  |  ઢાકા

બંગલા દેશને મોટો ઝટકો: કૅપ્ટન શાકિબ-અલ-હસન પર થશે કાનૂની કાર્યવાહી

કૅપ્ટન શાકિબ-અલ-હસન

ભારતના પ્રવાસ પહેલાં બંગલા દેશના ક્રિકેટરોની હડતાળ ખતમ થઈ ગઈ છે. આ હડતા‍ળ વચ્ચે બંગલા દેશ ક્રિકેટ બોર્ડે ટીમના કૅપ્ટન શાકિબ-અલ-હસનને શો-કૉઝ નોટિસ મોકલી છે. વાસ્તવમાં શાકિબે નિયમોનું પાલન ન કરતાં એક ટેલિકૉમ કંપની સાથે કરાર કર્યો હતો જેના સંદર્ભે તેને નોટિસ મોકલવામાં આવી છે.

બંગલા દેશની ગ્રામીનફોન ટેલિકૉમ કંપનીના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનવા શાકિબે કરાર કર્યો હતો જેની સૂચના તેણે બોર્ડને આપી નહોતી. એવામાં બોર્ડના અધ્યક્ષ નઝમુલ હસને તેને કારણ દર્શક નોટિસ જાહેર કરતાં કહ્યું કે જો આ મામલામાં શાકિબ સંતોષકારક જવાબ નહીં આપી શકે તો તેની સામે કડક કાર્યવાહી થશે.

આ પણ વાંચો : સ્પોર્ટ્‌‌સને કારણે જીવનમાં ઘણા સારા લોકો મળ્યા : વિરાટ કોહલી

સામા પક્ષે ટેલિકૉમ કંપની ગ્રામીનફોને ૨૨ ઑક્ટોબરે ઘોષણા કરી હતી કે દેશના મુખ્ય ક્રિકેટર શાકિબ-અલ-હસન અમારો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર હશે. બંગલા દેશ ક્રિકેટ બોર્ડના નિયમ મુજબ જ્યારે બંગલા દેશનો કોઈ પણ પ્લેયર બોર્ડ સાથે ઍગ્રીમેન્ટમાં હોય ત્યારે તે અન્ય કોઈ પણ ટેલિકૉમ કંપની સાથે જોડાઈ શકતો નથી.

cricket news sports news bangladesh board of control for cricket in india sourav ganguly