દીકરીએ આરતી ઉતારવાની ઍક્ટિંગ કરતાં જોઈને ટીવી તોડ્યું હતું આફ્રિદીએ

28 February, 2020 06:13 PM IST  |  New Delhi

દીકરીએ આરતી ઉતારવાની ઍક્ટિંગ કરતાં જોઈને ટીવી તોડ્યું હતું આફ્રિદીએ

શાહિદ આફ્રિદી

પાકિસ્તાનના ક્રિકેટ પ્લેયર શાહિદ આફ્રિદી પોતાના ગુસ્સા માટે જાણીતો છે. હાલમાં તેનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેણે પોતાના ઘરનું ટીવી તોડી નાખ્યું હોવાની વાતનો સ્વીકાર કર્યો છે.

 

 

આ વાત તેણે એક ઇન્ટરવ્યુમાં કરી હતી. આ વિશે આફ્રિદીએ કહ્યું હતું કે ‘એક વાર હું ઘરે આવ્યો ત્યારે મારી દીકરી ટીવી સામે ઊભી હતી. એ સમયે સ્ટાર પ્લસની કોઈક ઇન્ડિયન ડ્રામામાં સિરિયલમાં આરતી ઉતારવાનો સીન ચાલી રહ્યો હતો અને મારી દીકરી એની નકલ કરી હતી હતી. એ દરમ્યાન મને ખબર નહીં શું થયું કે મેં ટીવી તોડી નાખ્યું હતું.’

આફ્રિદીના વાઇરલ થઈ રહેલા આ વિડિયોને કારણે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. અગાઉ દાનિશ કનેરિયા હિન્દુ હોવાથી તેની સાથે ટીમના કેટલાક પ્લેયર જમતા પણ નહોતા એ વાત બહાર આવી હતી અને આ બીજો કિસ્સો છે.

shahid afridi cricket news sports news