ભારતના આ દિગ્ગજ ક્રિકેટરને ICCએ આપ્યું મોટું સન્માન

19 July, 2019 02:48 PM IST  |  લંડન

ભારતના આ દિગ્ગજ ક્રિકેટરને ICCએ આપ્યું મોટું સન્માન

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને એક મહાન ઉપાધિ આપી છે. લિટલ માસ્ટર સચિન તેન્ડુલકરને આઈસીસીએ એક મોટા સન્માનથી ક્રિકેટર સિચન તેન્ડુલકરને સન્માનિત કર્યા છે. ICCએ તેમને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. લંડનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિાયન સચિનને હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ બોલર કેથરીન અને સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડને આ સન્માન આપવામાં આવ્યું છે. સચિન તેન્ડુલકર આ સન્માન મેળવનાર છઠ્ઠા ભારતીય ક્રિકેટર બની ગયા છે.

સચિન તેન્ડુલકર પહેલા ભારત તરફથી આ સન્માન બિશન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડને મળી ચૂક્યુ છે. ICCના મુખ્ય કાર્યકારી અધિકારી મનુ સાહનીએ કહ્યું કે આ વર્ષે ICC ક્રિકેટ હોલ ઓફ ફેમ માટે સચિન તેન્ડુલકર, એલન ડોનાલ્ડ અને કેથરીન જેવા ત્રણ શાનદાર કેલાડીઓને હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા છે.

આ પણ વાંચોઃ કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

સચિન તેન્ડુલકરની વાત કરીએ તો પોતાના કરિયરમાં કુલ 200 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે અને આવું કરનાર તે દુનિયાના એક માત્ર ખેલાડી છે. ટેસ્ટ ક્રિકેટમાં સચિનના નામ સૌથી વધુ રન અને સૌથી વધુ સેન્ચ્યુરી છે. આ ક્લબમાં સામેલ થવા માટે જે માપદંડ જરૂરી છે, તે તમામ સચિન પૂરા કરી ચૂક્યા છે. ICCના કહેવા પ્રમાણે આ ક્લબમાં એવા કેલાડીઓને સામેલ કરવામાં આવે છે જેઓ ક્રિકેટને 5 વર્ષ પહેલા છોડી ચૂક્યા છે. સચિનને ભારત માટે છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ નવેમ્બર 2013માં રમી હતી.

sports news sachin tendulkar international cricket council cricket news