અર્જુન પૅશનથી ક્રિકેટ રમે એ મારા માટે મહત્વનું છે : સચિન

20 March, 2019 10:06 AM IST  | 

અર્જુન પૅશનથી ક્રિકેટ રમે એ મારા માટે મહત્વનું છે : સચિન

સચિન તેન્ડુલકર

ભારતરત્ન સચિન તેન્ડુલકરે મીડિયાને કહ્યું કે ‘અર્જુન તેન્ડુલકર ક્રિકેટ પોતાના પૅશનથી રમે જેથી તે વધુ સફળ થઈ શકે. તેણે દરરોજ સવારે ક્રિકેટ માટે જાગવું જોઈએ અને સપનાને ચેઝ કરવા જોઈએ.’

અર્જુન તેંડુલકર

લેફ્ટ-આર્મ પેસ બોલર અર્જુન તેન્ડુલકર ગયા વર્ષે શ્રીલંકા સામે ભારત વતી બે યુથ ટેસ્ટમાં રમ્યો હતો. તેણે હાલમાં આગામી મુંબઈ પ્રીમિયર લીગની બીજી સીઝનના ઑક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેના લેજન્ડરી પિતાને ખબર છે કે તેના દીકરાના પર્ફોર્મન્સ પર બધાની નજર હશે. સચિને કહ્યું હતું કે ‘મુંબઈની આ ટુર્નામેન્ટ સિનિયર લેવલની તેની પહેલી ટુર્નામેન્ટ છે અને તેણે આ તકને ઝડપી લેવાની જરૂર છે. રમતમાં કોઈ ગૅરન્ટી નથી હોતી, જે તક તમને મળે છે એને ઝડપી લેવાની હોય. ખેલાડીએ મેદાનમાં જઈને બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો હોય. જો અર્જુનને આજે સફળતા નહીં મળે તો આવતી કાલ હંમેશાં તેની પાસે છે. તે હંમેશાં ક્રિકેટ માટે પૅશન રાખે એ મારા માટે મહત્વનું છે. તેની કરીઅરમાં ઉતાર-ચઢાવ આવતા રહેશે, પણ તેણે પોતાનાં સપનાં સાકાર કરવા હંમેશાં સવારે જાગવા કારણ શોધવા પડશે.’

આ પણ વાંચો : 142 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટના ઇતિસાહમાં પહેલીવાર ખેલાડીઓ નામ-નંબરની જર્સી પહેરશે

તેનું સપનું ક્રિકેટ રમવાનું છે અને ક્રિકેટમાં નવું કરવાનું છે. મારા પપ્પાએ મને કહ્યું હતું કે જ્યાં સુધી તું શૉર્ટ-કટ શોધ્યા વગર દરેક મૅચની તૈયારી કરીશ ત્યાં સુધી પરિણામ તને અનુસરશે. હું અર્જુનને આ કરવાનું કહીશ. જો અર્જુન પોતાના દિલની વાત સંભાળીને રમશે તો તેને રમવામાં આનંદ આવશે. તે ટીમનો સારો ખેલાડી અને સારો માણસ બનીને રમે એ જ મારા માટે સૌથી મહત્વનું છે. સચિનના પિતા જાણીતા મરાઠી કવિ અને પ્રોફેસર હતા.

arjun tendulkar sachin tendulkar cricket news sports news