IND VS AUS:સિડની ટેસ્ટમાં ભારતની પકડ મજબુત, ઓસ્ટ્રેલિયા 386 રનથી પાછળ

14 February, 2019 03:05 PM IST  | 

IND VS AUS:સિડની ટેસ્ટમાં ભારતની પકડ મજબુત, ઓસ્ટ્રેલિયા 386 રનથી પાછળ

સિડની ટેસ્ટમાં ભારતીય સ્પિનરોનો તરખાટ

સિડની ખાતે રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા મુશ્કેલીમાં નજર આવી રહી છે. અત્યાર સુધી મેચ સંપૂર્ણ ભારતના પક્ષમાં દેખાઈ રહી છે. ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 6 વિકેટના નુકસાને 236 રન છે અને ભારતની લીડથી ઓસ્ટ્રેલિયા હજુ પણ 386 રન પાછળ છે. જો કે ખરાબ પ્રકાશના કારણે ત્રીજા દિવસની રમત સમય પહેલા રોકવામાં આવી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ભારતીય બોલરો સામે નિસહાય દેખાઈ રહી છે. ભારતીય સ્પિનરોએ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન બેટિંગની કમર તોડી નાખી છે. કુલદીપ યાદવે 3 અને જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી જ્યારે 1 વિકેટ શામીનાં નામે રહી હતી.

પ્રથમ બે દિવસે પૂજારાના 193 અને રિષભ પંતના 159 રનના કારણે 622 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. બીજા દિવસના અંતમાં ઓસ્ટ્રેલિયા માત્ર 10 ઓવર રમી હતી, જેમાં વિના વિકેટે 24 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની સારી શરૂઆત બાદ ઓસ્ટ્રેલિયાએ એક પછી એક વિકેટ ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી માત્ર હેરિસે હાફ સેન્ચુરી બનાવી હતી, હેરિસ 77 રને આઉટ થયો હતો. ભારત માટે મુશ્કેલી ઉભી કરનાર પેટ કમિન્સ ક્રિસ ઉપર છે અને તેનો સાથ પીટર હેન્ડ્સકોમ્બ નિભાવી રહ્યો છે. જો કે ખરાબ પ્રકાશના કારણે મેચના ત્રીજા દિવસ 15 જેટલી ઓવર ઓછી નખાઈ હતી.

મેચનો ચોથો દિવસ ભારત માટે મહત્વનો રહેશે જો ભારતીય બોલર ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ સત્રમાં ઓલ આઉટ કરી શકશે તો મોટી લીડ સાથે ફોલો ઓન કરી શકે છે.

border-gavaskar trophy sydney team india australia cricket news sports news