SEASON 11નો બીજો દિવસ પણ રહ્યો કમાલનો આજે પરિવર્તન કે પુનરાવર્તન?

12 January, 2020 12:39 PM IST  |  Mumbai Desk

SEASON 11નો બીજો દિવસ પણ રહ્યો કમાલનો આજે પરિવર્તન કે પુનરાવર્તન?

ગઈ કાલે જૉલી ફ્રેન્ડ્સની કેતકી ધુરે એક ઓવરમાં ૬ બૉલમાં ૬ સિક્સર ફટકારવા ઉપરાંત ૨૯ બૉલમાં ૧૮ સિક્સર અને પાંચ ફોર સાથે ૧૩૦ રનની અફલાતૂન ઇનિંગ રમીને છવાઈ ગઈ હતી. તસવીરો : અતુલ કાંબળે

છેલ્લી પાંચ સીઝનથી ઘાટકોપર જૉલી જિમખાના અને બૉમ્બે રૉકર્સ વચ્ચે ફાઇનલ જંગ જામી રહ્યો છે. આજે ૧૧મી સીઝનની ફાઇનલમાં ફરી કંઈક નવું જોવા મળશે કે પછી એ જ સિલસિલો આગળ વધશે એના પર રહેશે સૌની નજર

મૅચ-૭
ઘાટકોપર જૉલી જિમખાના (પાંચ ઓવરમાં વિના વિકેટ ૧૪૪ રન)નો માસ્ટર બ્લાસ્ટર્સ (પાંચ ઓવરમાં ત્રણ વિકેટે ૨૫ રન) સામે ૧૧૯ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ: નીલોફર નાયક (૧૯ બૉલમાં ૧૧ સિક્સર અને બે ફોર સાથે અણનમ ૭૭ રન).
મૅચ-૮
ઘાટકોપર વાગડ લેડીઝ ગ્રુપ (પાંચ ઓવરમાં ૩ વિકેટે ૩૪ રન) સામે બૉમ્બે રૉકર્સ (૩.૨ ઓવરમાં બે વિકેટે ૩૫
રન)નો પાંચ વિકેટે વિજય. વુમન ઑફ ધ મૅચ : દૃષ્ટિ કાપડિયા (૩ રનમાં બે વિકેટ અને ૯ રન)
મૅચ-૯
ટીમ લાડ (પાંચ ઓવરમાં એક વિકેટે ૬૧ રન)નો તાડવાડી એવર યંગ લેડી સ્પોર્ટ્‍સ ગ્રુપ (પાંચ ઓવરમાં બે વિકેટે ૪૯ રન) સામે ૧૨ રનથી વિજય. વુમન ઑફ ધ
મૅચ : દર્શના પરીખ (૧૦ બૉલમાં ૮ ફોર સાથે અણનમ ૩૨ રન).
મૅચ-૧૦
અનસ્ટૉપેબલ (પાંચ ઓવરમાં ચાર વિકેટે ૯૨ રન)નો ટીમ GSC વૉરિયર્સ (૪.૨ ઓવરમાં ૧૭ રનમાં ઑલઆઉટ) સામે ૭૫ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ: ખુશી ઠક્કર (૧૪ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોર સાથે ૩૮ રન).
મૅચ-૧૧
લુહાર સુતાર લાયનેસ (પાંચ ઓવરમાં ૩ વિકેટે ૨૫ રન) સામે યુવામાન સ્પોર્ટ્‍સમૅન ક્લબ (૧ ઓવરમાં વિના વિકેટે ૨૮ રન)નો ૭ વિકેટે વિજય. વુમન ઑફ ધ મૅચ: ધ્વનિ સાવલા (૪ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૧ રન, એક રનઆઉટ, એક વિકેટ અને એક કૅચ).
મૅચ-૧૨
SPM પુનડી સ્પાર્ટન્સ (પાંચ ઓવરમાં પાંચ વિકેટે ૪૬ રન) સામે વાગડ કલા કેન્દ્ર (૩.૩ ઓવરમાં એક વિકેટે ૪૭
રન)નો ૬ વિકેટે વિજય. વુમન ઑફ ધ મૅચ: હર્લી ગાલા (૧૧ રનમાં બે વિકેટ અને ૧૧ બૉલમાં ૧૭ રન).
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ
પ્રથમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : ટ્રાન્સફૉર્મ KVO (પાંચ ઓવરમાં ૩ વિકેટે ૭૬ રન)નો VSC ક્લાસિસ ક્રિકેટર્સ (પાંચ ઓવરમાં એક વિકેટે ૫૫ રન) સામે ૨૧ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ : શિલ્પા દેઢિયા (૧૨ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૩૩ રન).
બીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : જૉલી ફ્રેન્ડ્સ (પાંચ ઓવરમાં વિના વિકેટે ૧૪૫ રન)નો જ્વેલ ક્વીન્સ (પાંચ ઓવરમાં બે વિકેટે ૪૨ રન) સામે ૧૦૩ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ : કેતકી ધુરે (૨૯ બૉલમાં ૧૮ સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૧૩૦ રન).
ત્રીજી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : પિન્ક પૅન્થર્સ (પાંચ ઓવરમાં ૬ વિકેટે ૨૧ રન) સામે બૉમ્બે રૉકર્સ (૧.૧ ઓવરમાં એક વિકેટે ૨૨ રન)નો ૬ વિકેટે વિજય. વુમન ઑફ ધ મૅચ : ભૂમિકા આહિર (ચાર બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૧૬ રન, એક વિકેટ અને એક રનઆઉટ)
ચોથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : અનસ્ટૉપેબલ (પાંચ ઓવરમાં બે વિકેટે ૬૨ રન) સામે વાગડ કલા કેન્દ્ર (૩.૫ ઓવરમાં એક વિકેટે ૬૪ રન)નો ૬ વિકેટે વિજય. વુમન ઑફ ધ મૅચ : હર્લી ગાલા (એક વિકેટ અને ૧૫ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૫૦ રન).
પાંચમી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : કચ્છી કડવા પાટીદાર (પાંચ ઓવરમાં વિના વિકેટે ૭૨ રન)નો યુવામન સ્પોર્ટ્‍સ ક્લબ (પાંચ ઓવરમાં ૩ વિકેટે ૫૭ રન) સામે ૧૫ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ : ચેતના પાંચાણી (૨૨ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૪૪ રન અને
એક વિકેટ).
છઠ્ઠી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ : ઘાટકોપર જૉલી જિમખાના (પાંચ ઓવરમાં એક વિકેટે ૯૧ રન)નો ટીમ લાડ (પાંચ ઓવરમાં ચાર વિકેટે ૨૮ રન) સામે ૬૩ રનથી વિજય. વુમન ઑફ ધ મૅચ : નિધિ દાવડા
(૧૬ બૉલમાં એક સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૫૩ રન તથા ૩ રનમાં એક વિકેટ).

આજના ફાઇનલ દિવસનું શેડ્યુલ
પ્રથમ ક્વૉર્ટર ફાઇનલ : સવારે ૮.૩૦ વાગ્યે
બૉમ્બે રૉકર્સ v/s જૉલી ફ્રેન્ડ્સ
બીજી ક્વૉર્ટર ફાઇનલ : સવારે ૯.૧૦ વાગ્યે
ટ્રાન્સફૉર્મ KVO v/s વાગડ કલા કેન્દ્ર
ત્રીજી ક્વૉર્ટર ફાઇનલ : સવારે ૯.૫૦ વાગ્યે
ઘાટકોપર જૉલી જિમખાના v/s કચ્છી કડવા પાટીદાર
સેમી ફાઇનલ
ક્વૉર્ટર ફાઇનલની ત્રણેય વિજેતા ટીમ વચ્ચે ૧૦.૩૦, ૧૧.૩૦ અને ૧૨.૩૦ વાગ્યે જામશે ત્રિપાંખિયો સેમી ફાઇનલ જંગ.
ફાઇનલ
સેમી ફાઇનલની બેસ્ટ બે ટીમો વચ્ચે ૧.૪૫ વાગ્યે ખેલાશે નિર્ણાયક મુકાબલો.

cricket news sports news sports